ફોનના વૉલપેપર પર કપલનો ફોટો છે અને એમાં આઇફોનની સ્ક્રીનની સ્ટાઇલમાં જ લખાણ લખેલું છે.
આઇફોન થીમની કંકોતરી
વિશાખાપટનમના લક્ષ્મણ નામના યુવકનાં લગ્નની કંકોતરી સોશ્યલ મીડિયા પર જબરી વાઇરલ થઈ છે અને અત્યાર સુધીમાં દોઢ કરોડથી વધુ વ્યુઝ મળી ચૂક્યા છે. કંકોતરીમાં કાર્ડનો જ ઉપયોગ થયો છે, પરંતુ એનું કટિંગ અને ડિઝાઇનિંગ આઇફોનની જેમ થયું છે. ફોનના વૉલપેપર પર કપલનો ફોટો છે અને એમાં આઇફોનની સ્ક્રીનની સ્ટાઇલમાં જ લખાણ લખેલું છે. સોશ્યલ મીડિયા પર લોકોનું કહેવું છે કે ઘણા વખતે કંઈક ઇનોવેટિવ અને ઇન્ટરેસ્ટિંગ જોવા મળ્યું. આ કંકોતરી આઇફોનના શેપની બુકલેટ જેવી છે. એમાં ત્રણેક પાનાં છે જે એકબીજા સાથે જોડાયેલાં છે અને એમાં લગ્નની દરેક વિધિ કપલના ફોટોના વૉલપેપરની ઉપર છપાઈ છે. લગ્ન ક્યાં હશે એ જાણે વૉટ્સઍપ કન્વર્સેશન થતું હોય એમ છે, કોઈકે ચૅટમાં લખ્યું છે, ‘સૅન્ડ લોકેશન’. બૅક કવરમાં કૅમેરા હોય એવી થ્રી-ડાઇમેન્શનલ ઇફેક્ટ ઊભી કરવામાં આવી છે.

