રોજ એક કે બે પાર્સલ મગાવવાં અને વધારે પાર્સલ આવતાં હોય તો પર્સનલ સિક્યૉરિટી ગાર્ડ રાખવા કહ્યું છે.
પ્રદર્શન
બિહારના સહરસામાં રાજ્ય સરકારના પ્રદર્શનમાં જોવા જેવી થઈ હતી. અમરપુરમાં વિવિધ સરકારી વિભાગોનું પ્રદર્શન યોજાયું હતું. એમાં મત્સ્યોદ્યોગ વિભાગે માછલીના ઉછેર માટે વપરાતી બાયોફ્લૉક ટૅન્ક પણ મૂકી હતી. મુખ્ય પ્રધાન નીતીશ કુમાર વિષહરી મંદિરનું ઉદ્ઘાટન કરીને આ પ્રદર્શન જોવા ગયા હતા. મુખ્ય પ્રધાન હતા ત્યાં સુધી બધું બરાબર ચાલ્યું હતું. લોકો પણ પ્રદર્શન જોઈ રહ્યા હતા, પણ નીતીશ કુમાર જેવા બહાર નીકળ્યા કે તરત લોકોએ બાયોફ્લૉક ટૅન્કમાં ઊતરીને માછલીઓની લૂંટાલૂંટ કરી મૂકી હતી. મોટા તો ઠીક, નાના છોકરાઓ પણ ટૅન્કમાં ઊતરી પડ્યા હતા. કેટલાકે તો કહ્યું પણ ખરું કે અમે પ્રદર્શન જોવા નહીં, માછલી લેવા જ આવ્યા હતા. આજે રાતે પાર્ટી કરીશું. આમાં વિભાગને ૪૫ હજાર રૂપિયાનું નુકસાન થયું હતું.

