જેને ટૉન્ગ ટૉન્ગ નામ આપવામાં આવ્યું છે.
એઆઇ ઢીંગલી
આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (એઆઇ)માં ચીનના સાયન્ટિસ્ટોએ કમાલ કરી છે અને તેમણે એઆઇ ઢીંગલી બનાવી છે. બીજિંગ ઇન્સ્ટિટ્યૂટ ઑફ જનરલ આર્ટિફિશ્યલ ઇન્ટલિજન્સે એક એઆઇ ઢીંગલી તૈયાર કરી છે જેને ટૉન્ગ ટૉન્ગ નામ આપવામાં આવ્યું છે. ટૉન્ગ ટૉન્ગ ત્રણ વર્ષની બાળકી જેવી દેખાય છે અને એ મનુષ્યના ત્રણ વર્ષના બાળક જેવી લાગણી વ્યક્ત કરે છે અને તેના જેટલું જ્ઞાન પણ ધરાવે છે. ગયા મહિને ફ્રન્ટિયર્સ ઑફ જનરલ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ ટેક્નૉલૉજી એક્ઝિબિશનમાં આ એઆઇ બાળકને રજૂ કરવામાં આવ્યું હતું. ટૉન્ગ ટૉન્ગ ઇમોશનલ ઇક્વિપમેન્ટથી સજ્જ છે અને ૬૦૦થી વધુ શબ્દોનું ભંડોળ ધરાવે છે. આ એઆઇ ઢીંગલી એક બાળકની જેમ અલગ રીતે શીખી પણ શકે છે.