૧૯૨૩માં જે આગાહી ૨૦૨૩ના વર્ષ માટે કરવામાં આવી હતી એમાં કામકાજના કલાકો ચાર કલાક જેટલા લાંબા હશે
ભવિષ્યવાણી
નવા વર્ષની શરૂઆત થઈ છે ત્યારે આ વર્ષ વિશે ૧૯૨૩માં જે ભવિષ્યવાણી કરવામાં આવી હતી એ વાઇરલ થઈ છે. ટ્વિટર-યુઝર પૉલ ફેરીએ ૧૯૨૩નાં કેટલાંક ન્યુઝપેપર અને મૅગેઝિનના સ્ક્રીનશૉટ્સ શૅર કર્યાં છે, જેમાં કેટલીક ખૂબ વિચિત્ર આગાહીઓની સૂચિ છે. ૧૯૨૩માં જે આગાહી ૨૦૨૩ના વર્ષ માટે કરવામાં આવી હતી એમાં કામકાજના કલાકો ચાર કલાક જેટલા લાંબા હશે. સ્ત્રીઓ પોતાના દાંત કાળા કરાવશે અને માથાના તમામ વાળ કાપી નાખશે. બધા જ પુરુષો સુંદર દેખાતા હશે. વળી ૨૦૨૩થી માણસનું આયુષ્ય ૩૦૦ વર્ષનું થશે એવી વિચિત્ર આગાહી કરવામાં આવી હતી. આ પહેલાં બલ્ગેરિયાના હબોલિસ્ટ બાબા વાંગાએ પણ ૨૦૨૩ વિશે કેટલીક આગાહીઓ કરી હતી. તેઓ આ વિસ્તારના નૉસ્ટ્રડેમસ તરીકે ઓળખાય છે. તેમના મતે પૃથ્વીની ભ્રમણરક્ષામાં ફેરફાર થશે, જેનાથી પૃથ્વીમાં ઘણા ફેરફાર થઈ શકે છે અને એની વિનાશક અસર પણ થઈ શકે છે. આ ઉપરાત તેમણે પૃથ્વી પર બહારની દુનિયાના લોકોના આગમનની પણ આગાહી કરી છે, જેની અસર પ્રતિકૂળ હશે અને એને કારણે લાખો લોકો મૃત્યુ પામશે. બાબા વાંગાએ મહાસત્તા દ્વારા કરવામાં આવનારાં જૈવિક શસ્ત્રો પરના પ્રયોગ વિશે પણ વાત કરી હતી જે વિનાશનું કારણ બનશે. રશિયા અને યુક્રેન વચ્ચેના સંઘર્ષને કારણે આ આગાહીને અવગણી ન શકાય.


