Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > છેલ્લાં ૩૨ વર્ષથી પાંજરામાં કેદ વિશ્વનો સૌથી દુખી ગોરીલો

છેલ્લાં ૩૨ વર્ષથી પાંજરામાં કેદ વિશ્વનો સૌથી દુખી ગોરીલો

28 October, 2022 09:41 AM IST | Bangkok
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પેટા તથા પૉપસિંગર ચેર દ્વારા બુઆ નોઇ નામના ગોરીલાને કેદમાંથી મુક્ત કરવા માટે ૨૦૧૫થી અરજી કરવામાં આવી રહી છે

બુઆ નોઇ નામની ગોરીલા

Offbeat News

બુઆ નોઇ નામની ગોરીલા


થાઇલૅન્ડની સરકારના ઍનિમલ રાઇટ્સ ગ્રુપ પેટા તથા પૉપસિંગર ચેર દ્વારા બુઆ નોઇ નામના ગોરીલાને કેદમાંથી મુક્ત કરવા માટે ૨૦૧૫થી અરજી કરવામાં આવી રહી છે, જેનો પાટા શૉપિંગ મૉલ તરફથી ઇનકાર કરવામાં આવી રહ્યો છે. આ ગોરીલા હાલમાં ૩૩ વર્ષની છે અને એની આખી જિંદગી કેદમાં વીતી છે.

પ્રાણીપ્રેમીઓ થાઇલૅન્ડમાં એક બંધ પડવાને આરે આવેલા ડિપાર્ટમેન્ટલ સ્ટોરના ઉપરના માળ પર આવેલા નાના અને કાટવાળા ધાતુના નાના ગંદા પાંજરામાં કેદ રહેલી ગોરીલાને ઝૂમાંથી મુક્ત કરાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ ઝૂના માલિકો એને માટે મોટી રકમની માગણી કરી રહ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ ઝૂના માલિકો બુઆ નોઇને ૭ લાખ પાઉન્ડ (લગભગ  ૬.૬૭ કરોડ રૂપિયા)માં વેચવા સંમત થયા હતા, પણ પછીથી તેમનો વિચાર બદલાયો હતો.  બુઆ નોઇના નામનો અર્થ છે ‘લિટલ લોટસ’. થાઇલૅન્ડના પ્રાકૃતિક સંસાધન અને પર્યાવરણ ખાતાના પ્રધાન થેનેટપોલ થાનાબુનિયાવતે જણાવ્યું કે મંત્રાલય બુઆને મુક્ત કરવા ભંડોળ એકત્ર કરવા વિવિધ ફન્ડ-રેઇઝિંગ કાર્યક્રમોનું આયોજન કરતું હોવા છતાં બુઆ નોઇને મુક્ત કરવા ઝૂના માલિકોને ચૂકવવાપાત્ર ભંડોળ ઊભું કરી શકાયું નથી.


Whatsapp-channel Whatsapp-channel

28 October, 2022 09:41 AM IST | Bangkok | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK