સાઉન્ડનું જોર વધતાં ટીનેજરને ગભરામણ થવા લાગી હતી અને તેની તબિયત લથડી ગઈ હતી
પ્રતીકાત્મક તસવીર
બિહારના શિવહર જિલ્લાના એક ગામમાં ૧૪ વર્ષની એક ટીનેજરને ડીજેના લાઉન્ડ અવાજને કારણે હાર્ટ-અટૅક આવ્યો હોવાનું ગામલોકોનું કહેવું છે. બુધવારે રાતે તેમના ગામમાં ખૂબ જોરથી ડીજે મ્યુઝિક વાગી રહ્યું હતું. સાઉન્ડનું જોર વધતાં ટીનેજરને ગભરામણ થવા લાગી હતી અને તેની તબિયત લથડી ગઈ હતી. તરત જ તેને શિવહરની સરકારી હૉસ્પિટલમાં લઈ જવામાં આવી. જોકે રાતના સમયે તેને યોગ્ય સારવાર ન મળતાં છોકરી મૃત્યુ પામી હતી.

