ઑસ્ટ્રિયાના વિયેનામાં વિયેના મેડિકલ અસોસિએશન દ્વારા એક અનોખી ઇવેન્ટ ઑર્ગેનાઇઝ કરવામાં આવી હતી.
What`s Up!
ટેડીબીયર હોસ્પિટલ
ઑસ્ટ્રિયાના વિયેનામાં વિયેના મેડિકલ અસોસિએશન દ્વારા એક અનોખી ઇવેન્ટ ઑર્ગેનાઇઝ કરવામાં આવી હતી. એમાં ટેડી બેઅર્સ માટે હૉસ્પિટલ ખોલવામાં આવી હતી. એમાં બાળકો પોતાનાં પ્રિય સૉફ્ટ ટૉય્સ લઈને ડૉક્ટરને બતાવવા આવે છે અને ડૉક્ટરો એ ટૉય્સને ચેક કરીને તેમને ‘સાજા’ કરવા માટે તેમના પર મેડિકલ પ્રોસેસ બાળકોની સામે જ કરે છે જેથી બાળકોનો દવા, ઇન્જેક્શન અને હૉસ્પિટલમાં ડૉક્ટરને કન્સલ્ટ કરવાનો ડર દૂર થાય.