પતિ-પત્ની વચ્ચે શનિવારે થયેલા ઘરેલુ ઝઘડામાં ઘાયલ થયા બાદ બે બાળકોની માતા એવી શ્રુતિ સરકારી હૉસ્પિટલમાં સારવાર લઈ રહી હતી.
૨૭ વર્ષની શ્રુતિ
તામિલનાડુના કરુર જિલ્લામાં એક સરકારી હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ થયેલી ૨૭ વર્ષની શ્રુતિ નામની મહિલાની તેના પતિ વિશ્રુતે રવિવારે છરીના ઘા મારીને હત્યા કરી દીધી હતી. પતિ-પત્ની વચ્ચે શનિવારે થયેલા ઘરેલુ ઝઘડામાં ઘાયલ થયા બાદ બે બાળકોની માતા એવી શ્રુતિ સરકારી હૉસ્પિટલમાં સારવાર લઈ રહી હતી. આ મુદ્દે પોલીસે જણાવ્યું હતું કે વિશ્રુત રવિવારે સવારે હૉસ્પિટલમાં પ્રવેશ્યો હતો અને બેભાન અવસ્થામાં રહેલી શ્રુતિ પાસે ગયો હતો અને તેને છરીના ત્રણ ઘા માર્યા હતા. કોઈ પણ સુરક્ષા કે હૉસ્પિટલ કર્મચારી દખલગીરી કરે કે અધિકારીઓને ચેતવણી આપે એ પહેલાં જ વિશ્રુત ભાગી જવામાં સફળ રહ્યો હતો. કુલિથલાઇ પોલીસે કેસ નોંધ્યો છે અને ફરાર વિશ્રુતની શોધખોળ શરૂ કરી છે.


