તેણે રોડના કિનારે જે બરફ ભેગો થાય છે એમાં પોતાના આખા શરીરને ઢાંકી દીધેલું.
સ્વિટ્ઝરલૅન્ડના ઇલિયાસ મેયર નામનો ભાઈ
તમે કેટલો સમય બરફના ઢેરની અંદર શરીરને ઢાંકી રાખી શકો? સ્વિટ્ઝરલૅન્ડના ઇલિયાસ મેયર નામના ભાઈએ બે કલાકથી વધુ સમય બરફમાં દફન થઈને કાઢ્યા હતા. સ્વિટ્ઝરલૅન્ડમાં રહેનારા લોકો માટે રોડ પર બરફના પહાડો સાફ કરવાનું તો નૉર્મલ કહેવાય, પરંતુ સ્વિસ પાવરલિફ્ટર ઇલિયાસે પોતાની ક્ષમતા તપાસવા માટે થઈને આ સામાન્ય પ્રૅક્ટિસને કપરી કસોટીમાં તબદીલ કરી દીધી હતી. તેણે રોડના કિનારે જે બરફ ભેગો થાય છે એમાં પોતાના આખા શરીરને ઢાંકી દીધેલું. માત્ર તેનો ચહેરો જ બહાર દેખાતો હતો. આ સ્ટન્ટ દરમ્યાન તેણે અપર બૉડી પર કંઈ પહેરેલું પણ નહોતું. કુદરતી બરફ હોવાથી બહારનું તાપમાન પણ માઇનસમાં જ હતું. એમ છતાં આ ભાઈ બે કલાક સાત સેકન્ડ સુધી એમ જ બરફમાં ધરબાયેલા રહ્યા. ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં આ સ્ટન્ટ બદલ ઇલિયાસનું નામ નોંધાઈ ગયું છે.

