એવું કહીને સુરતનાં રૂપલ મિતુલ શાહે ઇન્સ્ટાગ્રામ પર દીકરી બધાથી અલગ જમીન પર બેસીને ખાતી હોય એવી તસવીરો શૅર કરી. જોકે સોશ્યલ મીડિયા ઇન્ફ્લુઅન્સરોએ વળતો સવાલ કર્યો કે શું આ પ્રથા હજીયે પળાય છે એ ગૌરવ લેવા જેવી વાત છે?
Offbeat
ઇન્સ્ટાગ્રામ તસવીર
એક પૉશ ઘરમાં લૅવિશ ડાઇનિંગ ટેબલ પર બેસીને આખો પરિવાર જમી રહ્યો છે અને બીજી તરફ એક છોકરી નીચે જમીન પર બેસીને ગમે છે. આવી બે તસવીરો શૅર કરીને સુરતનાં સોશ્યલ મીડિયા ઇન્ફ્લુઅન્સર રૂપલ મિતુલ શાહે કૅપ્શનમાં લખ્યું હતું, ‘અમારે ત્યાં હજીયે આ પ્રથા પળાય છે.’ આ વાતને રૂપલબહેને બહુ બઢાવી-ચડાવીને શાનથી સોશ્યલ મીડિયા પર મૂકી હતી. જોકે એ જોઈને અનેક લોકોએ સવાલ ઉઠાવ્યો હતો કે શું આ ગૌરવ લેવા જેવી વાત છે?