સ્થાનિક સમય અનુસાર સવારે ૧૧ વાગ્યે ચંદ્રના પડછાયાને કારણે મેક્સિકોના પૅસિફિક કોસ્ટમાં અંધારપટ છવાઈ ગયો હતો
સૂર્યગ્રહણનો દુર્લભ નઝારો
૮ એપ્રિલનો દિવસ નૉર્થ અમેરિકાના લોકો માટે અત્યંત ખાસ હતો, કારણ કે ભારતવાસીઓ જ્યારે પોઢી ગયા હતા ત્યારે તેમને સંપૂર્ણ સૂર્યગ્રહણનો દુર્લભ નઝારો જોવા મળ્યો હતો. આ વર્ષનું સૌથી મોટું સૂર્યગ્રહણ ભલે માત્ર ઉત્તર અમેરિકાના દેશોમાં જોવા મળ્યું હોય, પણ એના વિડિયો અને ફોટો જોઈને આખું વિશ્વ મંત્રમુગ્ધ બની ગયું હતું. મેક્સિકો, કૅનેડા અને યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા સહિતના ભાગોમાં આ ગ્રહણ જોવા મળ્યું હતું. સ્થાનિક સમય અનુસાર સવારે ૧૧ વાગ્યે ચંદ્રના પડછાયાને કારણે મેક્સિકોના પૅસિફિક કોસ્ટમાં અંધારપટ છવાઈ ગયો હતો.
સૂર્યગ્રહણ ત્યારે થાય છે જ્યારે સૂર્ય અને પૃથ્વીની વચ્ચે ચંદ્ર આવે છે. સોમવારે થયેલું સૂર્યગ્રહણ સંપૂર્ણ સૂર્યગ્રહણ હતું એટલે કે ચંદ્રએ સૂર્યને સંપૂર્ણપણે આવરી લીધો હતો. લગભગ ૫૪ વર્ષ બાદ આ દુર્લભ ખગોળીય ઘટના બની હતી. નાસા (NASA - નૅશનલ ઍરોનૉટિક્સ ઍન્ડ સ્પેસ ઍડ્મિનિસ્ટ્રેશન)ના જણાવ્યા અનુસાર લગભગ ૧૮૫ કિલોમીટર સુધીના વિસ્તારમાં સૂર્ય સંપૂર્ણપણે ઢંકાઈ ગયો હતો. સામાન્ય રીતે સૂર્યનો બહારનો ભાગ એટલે કે કોરોના જોઈ શકાતો નથી, પણ ચંદ્રએ સૂર્યને સંપૂર્ણપણે આવરી લેતાં કોરોના સ્પષ્ટ જોવા મળ્યું હતું એટલે એક ડાયમન્ડ રિંગ જેવો આકાર જોવા મળ્યો હતો.
સાઉથવેસ્ટ ઍરલાઇન્સે ૩૫,૦૦૦ ફુટની ઊંચાઈએ પ્લેનમાંથી ગ્રહણ કેવું દેખાય છે એનો વિડિયો શૅર કર્યો હતો. એક પૅસેન્જરે પ્લેનમાંથી રેકૉર્ડ કરેલા વિડિયોમાં આકાશ અચાનક કાળું થઈ જતું દેખાય છે.
ADVERTISEMENT
અમેરિકાની સ્પેસ-એજન્સી નાસાએ પણ મંગળવારે આકાશમાંથી સંપૂર્ણ સૂર્યગ્રહણ કેવું લાગે છે એનો ફોટો શૅર કર્યો હતો. નાસાએ ૫૦,૦૦૦ ફુટની ઊંચાઈએથી ગ્રહણની તસવીરો લેવા માટે WB-57 જેટ્સનો ઉપયોગ કર્યો હતો.

ઇલૉન મસ્કે પણ સૂર્યગ્રહણનો એક વિડિયો શૅર કર્યો હતો જે તેની ઍરોસ્પેસ કંપની સ્પેસએક્સના સ્ટારલિન્ક સૅટેલાઇટ દ્વારા પૃથ્વીની ભ્રમણકક્ષામાંથી


