લોકોએ કહ્યું કે આ પ્રથમ વખત છે જ્યારે બલ્ગેરિયાના આકાશમાં નૉધર્ન લાઇટ્સ દેખાઈ હોય. એક મીડિયા અહેવાલ મુજબ આ લાલ અરોરા લાઇટ્સ દેશના દરેક ખૂણે ફેલાતાં પહેલાં બલ્ગેરિયાના ઉત્તરપૂર્વી વિસ્તારમાં દેખાઈ હતી.
બુલગેરિયા
ઘણી વખત પ્રકૃતિના રંગ પણ કેટલા રહસ્યમય હોય છે. સોશ્યલ મીડિયા પર હાલમાં આવી જ પ્રકૃતિનો નઝારો લોકોને હેરાન-પરેશાન કરી રહ્યો છે. તાજેતરમાં એક દેશના લોકો ગભરાઈ ગયા હતા, જ્યારે આકાશનો રંગ જોતજોતામાં લાલ થઈ ગયો હતો. એને લોકોએ કૅમેરામાં કેદ કરી લીધો હતો. આ રેડિશ નઝારો જોઈને ઘણા લોકોના મનમાં સવાલ ઊઠ્યા છે. આ નઝારાને લોકો ઇન્ટનેટ પર વધુ પડતા શૅર કરીને કોઈક આને સર્વનાશ સમજી રહ્યા છે તો કોઈક ખૂબ ડરામણું દર્શાવી રહ્યા છે. વાઇરલ તસવીરોનો નઝારો બલ્ગેરિયાનો છે, જેમાં આખા આકાશમાં ફેલાયેલી નૉધર્ન લાઇટ્સ હાલ ચર્ચામાં છે.
લોકોએ કહ્યું કે આ પ્રથમ વખત છે જ્યારે બલ્ગેરિયાના આકાશમાં નૉધર્ન લાઇટ્સ દેખાઈ હોય. એક મીડિયા અહેવાલ મુજબ આ લાલ અરોરા લાઇટ્સ દેશના દરેક ખૂણે ફેલાતાં પહેલાં બલ્ગેરિયાના ઉત્તરપૂર્વી વિસ્તારમાં દેખાઈ હતી. ભલે ડરામણું હોય, પણ આમ થવા પાછળ ચોક્કસ કારણ છે. એક અહેવાલ મુજબ નૉધર્ન લાઇટ સૂર્યના ચાર્જ થયેલા કણને કારણે બને છે. આ કણ પૃથ્વી પર આવતા ઑક્સિજન અને નાઇટ્રોજન જેવા ગૅસ સાથે અથડાતાં આકાશ ન ફક્ત લાલ, પણ ગ્રીન અને ઑરેન્જ પણ થઈ
જાય છે.


