માસિક ધોરણે વેજ થાળીની કિંમતમાં ઘટાડો અને નૉન-વેજ થાળીની કિંમતમાં વધારો થયો હતો.
પ્રતીકાત્મક તસવીર
ક્રિસિલ માર્કેટ ઇન્ટેલિજન્સ ઍન્ડ ઍનૅલિટિક્સના એક રિપોર્ટ અનુસાર ઘરે તૈયાર થતી વેજિટેરિયન થાળીનો ખર્ચ એપ્રિલમાં વાર્ષિક ધોરણે ૮ ટકા વધીને ૨૭.૪ રૂપિયા થયો હતો તો નૉન-વેજિટેરિયન થાળી માટેનો ખર્ચ ૪ ટકા ઘટીને ૫૬.૩ રૂપિયા નોંધાયો હતો. વેજ થાળીમાં રોટલી, શાક (ડુંગળી, ટમેટા અને બટાટા), ભાત, દાળ, દહીં અને સૅલડનો સમાવેશ થાય છે. નૉન-વેજ થાળીમાં આ તમામ વસ્તુઓ હોય છે, પણ દાળના બદલે ચિકન (બ્રોઇલર) હોય છે. વેજ થાળી પાછળનો ખર્ચ વધવાનું કારણ ડુંગળી, ટમેટા અને બટાટાના ભાવમાં અનુક્રમે ૪૧ ટકા, ૪૦ ટકા અને ૩૮ ટકાનો વાર્ષિક વધારો કારણભૂત છે. નૉન-વેજ થાળીનો ખર્ચ ઘટ્યો હતો, કેમ કે બ્રોઇલરના ભાવમાં ૧૨ ટકાનો ઘટાડો થયો હતો. જોકે માસિક ધોરણે વેજ થાળીની કિંમતમાં ઘટાડો અને નૉન-વેજ થાળીની કિંમતમાં વધારો થયો હતો.

