તાજેતરમાં સાયપેએ સ્વિટ્ઝરલૅન્ડના જિનીવા લેક પાસે આવેલા એક ગામ પાસે પર્વતની ટોચ પર એક બાળકનું ચિત્ર બનાવ્યું છે. આ ચિત્ર પણ નાશવંત જ છે.
પેઇન્ટિંગ્સ જે ધરતીમાં ભળી જાય
ફ્રેન્ચ-સ્વિસ મૂળના સાયપે નામના એક આર્ટિસ્ટે કળાજગતમાં એક નોખો ચીલો ચાતર્યો છે. તેનું પૅશન છે ચિત્રોને પણ કુદરતમાં ભેળવી દેવાં. એ માટે તે ચારકોલ, ચોક અને બાઇન્ડરની મદદથી કુદરતી સ્થળો પર જ જાયન્ટ પેઇન્ટિંગ્સ બનાવે છે. આ ચિત્રો જાણે સાચકલાં હોય એવાં થ્રી-ડાયમેન્શન ધરાવે છે. તાજેતરમાં સાયપેએ સ્વિટ્ઝરલૅન્ડના જિનીવા લેક પાસે આવેલા એક ગામ પાસે પર્વતની ટોચ પર એક બાળકનું ચિત્ર બનાવ્યું છે. આ ચિત્ર પણ નાશવંત જ છે.

ADVERTISEMENT
સાયપેનું મિશન જ છે બાયોડિગ્રેડેબલ ચિત્રો બનાવવાનું. એ માટે તેનું કૅન્વસ પણ કુદરત જ છે. તેની આ ધૂનને કારણે સાયપેને ફૉર્બ્સ દ્વારા રજૂ થયેલી ટૉપ ૩૦ આર્ટ અને કળાજગતની મોસ્ટ ક્રીએટિવ હસ્તીઓમાં સ્થાન મળ્યું છે. આ પેઇન્ટિંગ ભલે થોડા જ મહિનાઓમાં સ્વિટ્ઝરલૅન્ડના પર્વતમાં ઓગળી જશે, પરંતુ આ ચિત્રની લિમિટેડ એડિશન પ્રતો વેચાય ત્યારે એ લેવા માટે લોકોની પડાપડી થાય છે.


