આ ડીપફેક ફોટો ઘણા લોકોને વાસ્તવિક લાગ્યા હતા.
પ્રતીકાત્મક તસવીર
ફૅશનની બિગેસ્ટ નાઇટ તરીકે ઓળખાતી, ન્યુ યૉર્કના મૅનહટનમાં યોજાતી મેટ ગાલા નામની ઇવેન્ટમાં આ વર્ષે દુનિયાભરની સેલિબ્રિટીઝ સાથે પૉપ-સેન્સેશન રિહાના અને અમેરિકન સિંગર કૅટી પેરીના ફોટો પણ વાઇરલ થયા હતા. જોકે આ બન્નેમાંથી કોઈ સિંગરે ઇવેન્ટમાં હાજરી આપી નહોતી. રિહાનાની તબિયત સારી નહોતી અને કૅટી પેરી તેના કામમાં વ્યસ્ત હતી. તેમના ફોટો કોઈકે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)થી બનાવીને સોશ્યલ મીડિયા પર મૂક્યા હતા. આ ડીપફેક ફોટો ઘણા લોકોને વાસ્તવિક લાગ્યા હતા. રેડ કાર્પેટ પર સુંદર ગાઉનમાં ઊભેલી કૅટી પેરીને જોઈને તેની મમ્મીએ પણ પ્રશંસા કરી હતી. પોતાના ડીપફેક ફોટો સોશ્યલ મીડિયા પર જોઈને રિહાના અને કૅટી પેરીએ ચોખવટ કરવી પડી હતી કે અમે આ વર્ષે મેટ ગાલામાં ભાગ નહોતાં લઈ શક્યાં.

