આ માછલીનો રંગ બ્લૅક ઍન્ડ વાઇટ છે અને એની ઝીણી-ઝીણી ડિઝાઇનને કારણે એનો દેખાવ રહસ્યમય લાગે છે.
આસામમાં પૂરના પાણીમાંથી મળી આવી ચાર આંખોવાળી માછલી
આસામમાં ભયંકર પૂરને કારણે લાખો લોકો પ્રભાવિત થયા છે. ભારે વરસાદને લીધે પાણીનો સ્તર એટલો વધી ગયો છે કે લોકો એમાં ફિશિંગ કરી રહ્યા છે. આ દરમ્યાન કરીમગંજ જિલ્લામાં પૂરના પાણીમાં માછલી પકડતી વખતે એક વ્યક્તિને ચાર આંખોવાળી દુર્લભ માછલી મળી આવી હતી. જાળમાં પકડાયેલી આ માછલીએ એના દેખાવને લીધે ભારે ઉત્સુકતા જગાવી હતી. આ માછલીનો રંગ બ્લૅક ઍન્ડ વાઇટ છે અને એની ઝીણી-ઝીણી ડિઝાઇનને કારણે એનો દેખાવ રહસ્યમય લાગે છે. સામાન્ય માછલી કરતાં આ માછલીની કરોડરજ્જુ લાંબી છે અને રસપ્રદ વસ્તુ એ છે કે એની બે નહીં, પણ ચાર-ચાર આંખો છે. ઑલ ઇન્ડિયા રેડિયોએ સોશ્યલ મીડિયા પર આ માછલીનો વિડિયો શૅર કર્યો હતો. એમાં દેખાય છે કે માછલીને જોઈને લોકો આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા છે. અમુક યુઝર્સના જણાવ્યા અનુસાર આ માછલીનું નામ ક્રૉકોડાઇલ-ફિશ છે.

