Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > આ છે વિશ્વનું સૌથી મોટું ઍરક્રાફ્ટ

આ છે વિશ્વનું સૌથી મોટું ઍરક્રાફ્ટ

29 November, 2023 11:05 AM IST | America
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગૂગલના સહ-સંસ્થાપક સરગી બ્રિને પાથફાઇન્ડર-વન નામનું આ ઍરક્રાફ્ટ બનાવડાવ્યું છે અને આ ઍરક્રાફ્ટનો ઉપયોગ તેઓ એક કાર્ગો વાહન તરીકે કરવા માગે છે. બ્રિનની કંપનીએ આ ઍરક્રાફ્ટ બનાવ્યું છે. કંપની ૨૦૧૬થી આ ઍરક્રાફ્ટ બનાવી રહી હતી.

પાથ ફાઇંડર 1

offbeat

પાથ ફાઇંડર 1


બોઇંગ ૭૪૭ની ઍરશિપ કરતાં ડબલ સાઇઝ ધરાવતા ૪૦૦ ફુટના વિશ્વના સૌથી મોટા ઍરક્રાફ્ટને ખુલ્લું મૂકવામાં આવ્યું છે અને એ બનાવનાર કંપની આનાથી પણ મોટું ઍરક્રાફ્ટ બનાવી રહી છે. ટૂંક સમયમાં જ આ ઍરક્રાફ્ટની ટેસ્ટ ફ્લાઇટ શરૂ થશે અને પછી તરત એનો ઉપયોગ શરૂ થશે.ગૂગલના સહ-સંસ્થાપક સરગી બ્રિને પાથફાઇન્ડર-વન નામનું આ ઍરક્રાફ્ટ બનાવડાવ્યું છે અને આ ઍરક્રાફ્ટનો ઉપયોગ તેઓ એક કાર્ગો વાહન તરીકે કરવા માગે છે. બ્રિનની કંપનીએ આ ઍરક્રાફ્ટ બનાવ્યું છે. કંપની ૨૦૧૬થી આ ઍરક્રાફ્ટ બનાવી રહી હતી.કંપનીની વેબસાઇટ પર મૂકવામાં આવેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે આ ઍરક્રાફ્ટની વિશેષતા એનાં મજબૂત વ્હીલ્સ છે, જે માનવતાવાદી કાર્યોની મદદ માટે પાણી તથા હેવી મશીનરી એક સ્થળેથી બીજે સ્થળે લઈ જવામાં વધુ ઉપયોગી નીવડશે. આમ માનવતાનાં સદ્કાર્યો માટે આ ઍરક્રાફ્ટ વિશેષ ઉપયોગી નીવડશે.પાથફાઇન્ડર નંબર-વન આકાશમાં ઊડનારું સૌથી મોટું ઍરક્રાફ્ટ હશે. આ અગાઉ ૧૯૩૭માં અત્યાર સુધીનું સૌથી મોટું ગણાતું હિન્ડનબર્ગ ઍરક્રાફ્ટ આકાશમાં ઊડ્યું હતું, પરંતુ અકસ્માત થતાં એ ભડકે બળી ગયું હતું.હિન્ડનબર્ગ ટ્રૅજેડીને પગલે આ ઍરક્રાફ્ટમાં હાઇડ્રોજનને બદલે હેલિયમ નામનું નૉન-ઇન્ફ્લેમેબલ બળતણ વાપરવામાં આવશે.અબજોપતિ બ્રિનના આ ઍરક્રાફ્ટને એક સમયે ‘ઍર યૉટ’નું નામ આપવામાં આવ્યું હતું, કારણ કે બ્રિન પાસે અનેક લક્ઝરી યૉટનો કાફલો છે. 


Whatsapp-channel Whatsapp-channel

29 November, 2023 11:05 AM IST | America | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK