તેમનું સૌથી નાનું સંતાન ૧૦ મહિનાનું છે
બ્રિટિશ પિતા વિન્સ ક્લાર્ક અને પૉલીશ માતા ડોમિનિકા
બ્રિટિશ પિતા વિન્સ ક્લાર્ક અને પૉલીશ માતા ડોમિનિકાને સાત સંતાનો છે, જેમાં બે જોડિયાં બાળકોનો સેટ છે. તેમનું સૌથી નાનું સંતાન ૧૦ મહિનાનું છે. બન્નેએ વધુ એક બાળકને જન્મ આપવાનો નિર્ણય લઈને પ્લાનિંગ કર્યું, પણ કુદરતને તેમનું પ્લાનિંગ મંજૂર નહોતું. કુદરતે વધુ એક બાળકને બદલે આ દંપતીને એકસાથે પાંચ બાળકોની ભેટ આપી દીધી. આ યુગલ રવિવારે પોલૅન્ડના ક્રાકોની યુનિવર્સિટી હૉસ્પિટલમાં જન્મેલાં તેમનાં આ પાંચ બાળકોને ચમત્કાર ગણાવે છે. આ પાંચ બાળકોમાં ત્રણ દીકરી અને બે દીકરા છે.
આ પણ વાંચો: આ જોડિયા બહેનોએ તેમનો ૯૯મો જન્મદિન સાથે મનાવ્યો
ADVERTISEMENT
ડોમિનિકા જણાવે છે કે અમને પાંચ સંતાન થવાની ઘટના વિરલ છે. લગભગ ૫.૨૦ કરોડ યુગલમાંથી એકને એકસાથે પાંચ બાળકો જન્મે છે. ગર્ભાવસ્થાના ૨૯મા અઠવાડિયે સિઝેરિયનથી જન્મેલાં આ પાંચ બાળકોનું વજન એક પાઉન્ડ ૯ ઔંસથી માંડીને ૩ પાઉન્ડ એક ઔંસ વચ્ચે છે. આ નવજાત શિશુને શ્વાસોચ્છ્વાસ માટે હજી સપોર્ટ સિસ્ટમની જરૂર પડે છે, પણ તેઓ સ્વસ્થ છે.


