Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > કંગાળ પાકિસ્તાનમાં ગટરનાં ઢાંકણાં ચોરનારને દસ વર્ષની જેલની સજા

કંગાળ પાકિસ્તાનમાં ગટરનાં ઢાંકણાં ચોરનારને દસ વર્ષની જેલની સજા

Published : 07 February, 2026 12:45 PM | IST | Lahore
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગટરનાં ઢાંકણાં ચોરાતાં હોવાથી થોડાક સમય પહેલાં એક મહિલા અને તેનું ૧૦ મહિનાનું બાળક ગટરમાં પડી ગયાં હતાં

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા

અજબગજબ

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા


પાકિસ્તાનમાં ગરીબી અને મોંઘવારી બન્નેએ માઝા મૂકી છે. એને કારણે લોકો જાહેર સંપત્તિઓની ચોરી કરીને પૈસા રળી રહ્યા છે. છેલ્લા કેટલાય સમયથી અહીં રોડ પરની ગટરોનાં લોખંડનાં ઢાંકણાં ચોરાઈ રહ્યાં છે. રોડ પર ચાલતી વખતે અચાનક ઢાકણું ગાયબ હોય એવું મૅનહોલ જોવા મળી જાય છે. વરસાદની સીઝનમાં તો એને કારણે જોખમ અનેકગણું વધી જાય છે. ગટરનાં ઢાંકણાં ચોરાઈ જવાની સમસ્યા એટલી વધી ગઈ છે કે પાકિસ્તાનના પંજાબનાં મુખ્ય પ્રધાન મરિયમ નવાઝ એનાથી વાજ આવી ગયાં છે. તેમણે જાહેરાત કરી છે કે જે કોઈ પણ ગટરનાં ઢાંકણાંની ચોરી કરશે તેને ૧૦ વર્ષ સુધીની જેલની સજા થશે. હવે પંજાબમાં કોઈ ગટરનું ઢાંકણ ચોરતાં, ખરીદતાં કે વેચતાં પકડાશે તો તેણે ૧૦ વર્ષ સુધી જેલની હવા ખાવી પડી શકે છે. ગટરનાં ઢાંકણાં ચોરાતાં હોવાથી થોડાક સમય પહેલાં એક મહિલા અને તેનું ૧૦ મહિનાનું બાળક ગટરમાં પડી ગયાં હતાં. તેમને બચાવવાની ખૂબ કોશિશ કરવા છતાં પાણીમાં વહી ગયાં હતાં. છેલ્લા એક મહિનામાં આવી ડઝનબંધ ઘટનાઓને કારણે આ મામલે કડક પગલાં લેવાનું નક્કી કરવું પડ્યું છે.  


Whatsapp-channel Whatsapp-channel

07 February, 2026 12:45 PM IST | Lahore | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK