ઉપરાંત મહિલા કર્મચારી પાસેથી ડૉક્ટરનું પ્રમાણપત્ર પણ માગવામાં આવ્યું હતું. જ્યારથી આ પોસ્ટ સોશિયલ મીડિયા પર આવી છે, લોકો તે બોસના વલણ પર આંગળી ચીંધી રહ્યા છે
પ્રતીકાત્મક તસવીર. તસવીર/પિક્સાબે
કેટલીકવાર કંપનીઓ કામ માટે એવા નિર્ણયો લે છે, જે ટીકાનો વિષય બની જાય છે. આવું જ કંઈક એક કંપનીના બોસ સાથે થયું છે, જે કેન્સરથી પીડિત મહિલા કર્મચારી (Offbeat News) પર ઑફિસ આવવા માટે દબાણ કરી રહ્યો હતો. ઉપરાંત મહિલા કર્મચારી પાસેથી ડૉક્ટરનું પ્રમાણપત્ર પણ માગવામાં આવ્યું હતું. જ્યારથી આ પોસ્ટ સોશિયલ મીડિયા પર આવી છે, લોકો તે બોસના વલણ પર આંગળી ચીંધી રહ્યા છે.
મહિલા કર્મચારી પાસેથી ટ્રીટમેન્ટ પ્લાન માગવામાં આવ્યો
ADVERTISEMENT
કેન્સરના ચોથા સ્ટેજથી પીડિત મહિલા કર્મચારી (Offbeat News)ના બાળકે આ ઘટનાને રેડિટ પર પોસ્ટ કરી હતી. તેણે બોસ તરફથી તેની મમ્મીને મળેલો ઈમેલ પણ પોસ્ટ કર્યો હતો. તેણે સાથે એ પણ લખ્યું કે, “બોસ મારી મમ્મી પાસેથી ટ્રીટમેન્ટ પ્લાન માગી રહ્યા છે, જેથી તે પોતાનું કામ નક્કી કરી શકે.” આ ઈમેલમાં એવું લખવામાં આવ્યું હતું કે, “શું તમે કામ કરવા માટે કેટલા યોગ્ય છો તે વિશે તમારા ડૉક્ટર પાસેથી પ્રમાણપત્ર લખાવી શકો છો. તમે શું કરી શકો અને શું ન કરી શકો તે સ્પષ્ટપણે તેમાં લખેલું હોવું જોઈએ. તમારો ટ્રીટમેન્ટ પ્લાન અમને આયોજન કરવામાં મદદ કરશે.”
લોકોનો ગુસ્સો કૉમેન્ટમાં દેખાયો
આ પોસ્ટ પર ઘણા યુઝર્સની કૉમેન્ટ (Offbeat News) આવી છે. લોકોએ બોસ પર સહાનુભૂતિ ન દર્શાવવાનો આરોપ લગાવ્યો છે. એક યુઝરે લખ્યું કે, “આ અમાનવીય છે. મને ખૂબ દુ:ખ થાય છે.” અન્ય એક યુઝરે લખ્યું કે, “હું આવું કહેવા માગતો નથી, પરંતુ કદાચ જ્યારે તે બોસ કેન્સર જેવી બીમારીથી પીડાશે ત્યારે જ તે આ દર્દ સમજાશે.” બીજાએ પણ અફસોસ વ્યક્ત કરતા લખ્યું કે, “કેટલાક લોકો કેટલા વિચિત્ર છે. હું આશા રાખું છું કે તમારી મમ્મીને આવા બોસથી છૂટકારો મેળવવાની તાકાત મળે. બીમાર કર્મચારી સાથે આવું કરવું અન્યાય છે. કેટલાક લોકો અનિષ્ટનું પ્રતીક છે.” અન્ય એક યુઝરે લખ્યું કે, “તેણીએ ગુપ્ત રીતે મીટિંગ્સ રેકૉર્ડ કરવી જોઈએ અને કંપનીને અરીસો બતાવવો જોઈએ.”
સોશિયલ મીડિયા પર આવા કિસ્સાઓ આવતા રહે છે
આ કોઈ પહેલો કિસ્સો નથી જ્યારે કોઈ કંપનીના બોસે પોતાના કર્મચારીઓને આ રીતે હેરાન કરવાનો પ્રયાસ કર્યો હોય. કંપનીઓના કર્મચારીઓ પ્રત્યેના વલણ અંગે ઘણી વખત ફરિયાદો સોશિયલ મીડિયા પર કરવામાં આવી છે. હાલમાં જ અન્ય એક રેડિટ યુઝરે તેના બોસ વિશે કંઈક આવું જ લખ્યું હતું. તેના પિતા મૃત્યુ પામ્યા હતા. છતાં બોસે તેને કામ પર ન આવવા બદલ ઠપકો આપ્યો છે.

