૮૪ વર્ષના જૅપનીઝ દાદા પૌત્રના રવાડે ચડીને બન્યા ઇન્સ્ટાગ્રામ સ્ટાર
૮૪ વર્ષના જૅપનીઝ દાદા પૌત્રના રવાડે ચડીને બન્યા ઇન્સ્ટાગ્રામ સ્ટાર
જપાનના અકિટા પર્ફેક્ચરમાં રહેતા ૮૪ વર્ષના દાદા તેત્સુયા ને ત્યાં થોડાક દિવસ માટે પૌત્ર નાઓયા કુડો રહેવા આવ્યો. ગ્રૅન્ડસનને દાદા સાથે બહુ ગમતું. જોકે તેણે વિચાર્યું કે દાદા બહુ જૂની સ્ટાઇલના કપડાં પહેરે છે એટલે ચાલ તેમને નવા કપડાં અપાવું અને તેમનો વૉર્ડરૉબ જ ચેન્જ કરી દઉં. જોકે એ માટે તેણે વિચાર્યું કે પહેલાં મારા કપડાં તેમને ટ્રાય કરાવું. પૌત્રના કપડાં પહેરીને દાદાએ મસ્ત મજાનું ફોટોશૂટ પણ કરાવ્યું. એ પછી તો દાદાએ પોતાની જાતે અવનવા કપડાંની પસંદગી કરી અને અમુક પ્રકારનાં કપડાં પહેરીને ક્યાં ફોટોશૂટ કરવું એના સજેશન્સ પર આપવાં લાગ્યાં. નવાઈની વાત એ છે કે આવાં વરણાગી કપડાંમાં તૈયાર થઈને પડાવેલી તસવીરો ઇન્સ્ટાગ્રામ પર જબરી હિટ થઈ ગઈ. હવે તો ગ્રૅન્ડપાને પણ જાતજાતનાં કૉસ્ચ્યુમ્સ ટ્રાય કરવાનો ચસકો લાગ્યો છે. ગ્રૅન્ડસન નાઓયા કહે છે કે મને લાગે છે કે મારા કરતાં પણ વધુ સારી ફૅશન-સેન્સ દાદાની છે. તેમના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક લાખથી વધુ ફૉલોઅર્સ બની ચૂક્યા છે.