એ સિક્કો બનાવતાં ૪૦૦ કલાક લાગ્યા છે
૧૦ કિલોનો સિક્કો
એક સમયે ટંકશાળમાં ફક્ત ચલણી સિક્કા બનતા હતા. રાજાઓના શાસનકાળમાં સોના-ચાંદીના સિક્કા પણ બનતા હતા. બ્રિટનની શાહી ટંકશાળે ૨૦ સેન્ટિમીટર પહોળો અને ૧૦ કિલો વજન ધરાવતો સિક્કો બનાવ્યો છે. એ સિક્કો બનાવતાં ૪૦૦ કલાક લાગ્યા છે. સિક્કા પર કિંમત ૧૦,૦૦૦ પાઉન્ડ (અંદાજે ૧૦.૩૧ લાખ રૂપિયા) લખવામાં આવી છે. એ સિક્કાના પૉલિશિંગ અને લેસર ફ્રૉસ્ટિંગમાં ૪ કલાક લાગ્યા હતા. બ્રિટનની શાહી ટંકશાળના ૧૧૦૦ વર્ષના ઇતિહાસમાં પહેલી વખત આટલા મોટા કદ અને કિંમતનો સિક્કો ઘડવામાં આવ્યો છે.
કલા-કારીગરીનો એ ઉમદા નમૂનો વેચાઈ ગયો છે. ટંકશાળે વેચાણ કે ખરીદનારની વિગતો જાહેર કરી નહોતી, પરંતુ એની કલા-કારીગરીને લીધે લાખો પાઉન્ડમાં એ સિક્કો વેચાયો હોય તો નવાઈ નહીં એવી શક્યતા જાણકારોએ દર્શાવી હતી. ક્વીન્સ બીસ્ટ કૉમેમોરેટિવ કલેક્શનની સિરીઝમાં આ છેલ્લો સિક્કો ગણાય છે.
ADVERTISEMENT
૧૯૫૩માં બ્રિટનનાં રાણી રાજ્યાભિષેક માટે વેસ્ટમિન્સ્ટર એબે તરફ જતાં હતાં ત્યારે રસ્તામાં જે પૌરાણિક પ્રતીકાત્મક પશુ પ્રતીકોની પ્રતિમાઓ હતી એ સિંહ, ઘોડો, બળદ, ડ્રૅગન, યુનિકૉર્ન, ફાલ્કન પક્ષી વગેરે ૧૦ પ્રતીકોનાં ચિત્રોનો એ સિક્કાની ડિઝાઇનમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

