Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ૪૦૦ ચોરીઓ કરીને ચોર તળાવમાં છુપાયો, પાંચ કલાક સુધી કમળકાકડીની દાંડીથી શ્વાસ લેતો રહ્યો

૪૦૦ ચોરીઓ કરીને ચોર તળાવમાં છુપાયો, પાંચ કલાક સુધી કમળકાકડીની દાંડીથી શ્વાસ લેતો રહ્યો

Published : 10 April, 2026 06:04 PM | IST | Jaipur
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તળાવની ઉપરની સપાટી પર કોઈ ન દેખાતાં પોલીસે તરવૈયાઓની ટીમ બોલાવીને સર્ચ ઑપરેશન હાથ ધર્યું અને તેને પાણીમાં જામેલી શેવાળની વચ્ચેથી પોલીસે પકડી લીધો. હરવિંદર સિંહ હાથ લાગ્યો એ પછી ખબર પડી કે તેના નામે ૮ રાજ્યોમાં લગભગ ૪૦૦ ચોરીના કેસ નોંધાયેલા છે.

હરવિંદર સિંહ

અજબગજબ

હરવિંદર સિંહ


જબલપુરમાં હરવિંદર સિંહ નામનો એક ચોર પોલીસને ઉલ્લુ બનાવીને પાંચ કલાક સુધી તળાવમાં છુપાઈ રહ્યો હતો. આ ચોર ટ્રેનોના AC કોચમાં મહિલાઓનાં પર્સ ચોરવાનું કામ કરતો હતો. થોડા દિવસ પહેલાં તેને મહિલાનું પર્સ તફડાવતાં રેલવે પોલીસ ફોર્સનો એક અધિકારી જોઈ ગયો. જેવી ટ્રેન સિહોરા રોડ સ્ટેશન પાસે ધીમી પડી એટલે ચોર ટ્રેનમાંથી ચોરી કરીને ભાગી છૂટ્યો. જોકે પોલીસે એ પછી પણ તેનો પીછો ચાલુ રાખ્યો. પોલીસથી પીછો છોડાવવા ચોર એક ગંદા તળાવમાં કૂદી ગયો. પાણીમાં કૂદીને પોલીસની નજરમાં ન અવાય એ માટે તે પાણીની સપાટીની અંદર જ માથું રાખીને રહ્યો. થોડીક વાર તેણે શ્વાસ રોક્યો અને પછી કમળકાકડીની દાંડી હાથમાં આવતાં એનો તેણે ઑક્સિજન માટે ઉપયોગ કર્યો. દાંડીનો એક છેડો પાણીની બહાર હવામાં ખુલ્લો રાખ્યો અને બીજો છેડો પોતાના નાકના નસકોરામાં રાખ્યો. મોં સજ્જડ બંધ રાખ્યા પછી પણ કમળકાકડીની દાંડી દ્વારા તેને ઑક્સિજન મળતો રહ્યો. તળાવની ઉપરની સપાટી પર કોઈ ન દેખાતાં પોલીસે તરવૈયાઓની ટીમ બોલાવીને સર્ચ ઑપરેશન હાથ ધર્યું અને તેને પાણીમાં જામેલી શેવાળની વચ્ચેથી પોલીસે પકડી લીધો. હરવિંદર સિંહ હાથ લાગ્યો એ પછી ખબર પડી કે તેના નામે ૮ રાજ્યોમાં લગભગ ૪૦૦ ચોરીના કેસ નોંધાયેલા છે.


Whatsapp-channel Whatsapp-channel

10 April, 2026 06:04 PM IST | Jaipur | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK