સેક્ટર ૧૦૮માં રહેલા ગુપ્તાએ ઘરની બહાર પાર્કિંગ એરિયામાં ડઝનબંધ ઑક્સિજન પ્લાન્ટના અસંખ્ય છોડ ઉગાડીને આખી ઑક્સિજન-બૅન્ક ઊભી કરી દીધી છે.
ઘરના પાર્કિંગમાં બનાવી ઑક્સિજન બૅન્ક
ઉત્તર પ્રદેશના નોએડામાં રહેતા આર. કે. ગુપ્તાએ પ્રદૂષણના વધતા પ્રમાણ સામે પર્યાવરણ બચાવવા અને સ્વચ્છ હવા મળી રહે એ માટે અજબ કીમિયો અજમાવ્યો છે. સેક્ટર ૧૦૮માં રહેલા ગુપ્તાએ ઘરની બહાર પાર્કિંગ એરિયામાં ડઝનબંધ ઑક્સિજન પ્લાન્ટના અસંખ્ય છોડ ઉગાડીને આખી ઑક્સિજન-બૅન્ક ઊભી કરી દીધી છે. તેમની ઑક્સિજન-બૅન્ક ઘરની આસપાસની હવા તો શુદ્ધ કરે જ છે પરંતુ પર્યાવરણનું જતન કરવા માટે લોકોને જાગ્રત પણ કરે છે. કોરોનાકાળમાં લોકોને ઑક્સિજન માટે વલખાં મારવાં પડતાં હતાં. કેટલાય લોકો માત્ર ઑક્સિજનના અભાવે મૃત્યુ પામ્યા હતા એથી ગુપ્તાને આ કીમિયો સૂઝ્યો હતો. ઑક્સિજન બૅન્કને કારણે બહારના તાપમાન કરતાં ઘરનું તાપમાન ૧૫થી ૧૬ ડિગ્રી સુધી ઘટી જાય છે એટલું જ નહીં, ઍર ક્વૉલિટી ઇન્ડેક્સ પણ ૨૦થી ૨૫ આંક ઓછું થયું છે.