જીપીએસ આધારિત ઇલેક્ટ્રૉનિક ટોલ કલેક્શન સિસ્ટમ હાઇવે પર લગાવેલા કૅમેરા દ્વારા એએનપીઆર સિસ્ટમનો ઉપયોગ કરશે અને વાહને કરેલી મુસાફરીના અંતરના આધારે ટોલ કાપશે.
What`s Up!
ટોલબૂથની તસવીર
તાજેતરમાં કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ એપ્રિલ ૨૦૨૪થી હાલના ટોલ પ્લાઝા પર નવી ટક્નૉલૉજી દ્વારા ટોલ વસૂલવાની વાતની પુષ્ટિ કરી છે જે જીપીએસ આધારિત હશે. તેમના કહેવા મુજબ આ ટેક્નૉલૉજી પર ઝડપી કામ ચાલી રહ્યું છે, જેથી એને સમયસર શરૂ કરી શકાય. રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મિનિસ્ટર નીતિન ગડકરીનું કહેવું છે કે ‘વાહનોને રોક્યા વગર ટોલ વસૂલવા માટેની આ ટેક્નૉલૉજીના બે પાઇલટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યા છે, જેમાં ઑટોમૅટિક નંબર પ્લેટ રેકગ્નિશન સિસ્ટમ (એએનપીઆર કૅમેરા)નો ઉપયોગ કરવામાં આવ્યો છે. જીપીએસ આધારિત ટોલ કલેક્શન સિસ્ટમનો હેતુ ટોલ પ્લાઝા પરની ભીડથી છુટકારો મેળવવાનો અને રસ્તા પરના અંતર અનુસાર વાહનો પાસેથી ટોલ વસૂલવાનો છે. હાલમાં ફાસ્ટેગ આધારિત ટોલ કલેક્શનને કારણે ટોલનાકા પર લેવામાં આવતા સમયમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ૨૦૧૮-’૧૯માં ટોલનાકા પર ૮ મિનિટ લાગતી હતી, જે ૨૦૨૦-’૨૧ અને ૨૦૨૧-’૨૨થી શરૂ થયેલી ફાસ્ટેગ ટોલ કલેક્શન ટેક્નૉલૉજીને કારણે ઘટીને ૪૭ સેકન્ડ થઈ ગઈ છે.
જીપીએસ આધારિત ઇલેક્ટ્રૉનિક ટોલ કલેક્શન સિસ્ટમ હાઇવે પર લગાવેલા કૅમેરા દ્વારા એએનપીઆર સિસ્ટમનો ઉપયોગ કરશે અને વાહને કરેલી મુસાફરીના અંતરના આધારે ટોલ કાપશે. હાલમાં ફાસ્ટેગ પ્લાઝા પર આરએફઆઇડી આધારિત ટોલ કલેક્શનનો ઉપયોગ કરે છે.
ADVERTISEMENT
આ ડિવાઇસ વાહનની હિલચાલ પર નજર રાખે છે, ટોલ સેગમેન્ટ્સ પર વાહનોના એન્ટ્રી અને એક્ઝિટ પૉઇન્ટ્સ નિશ્ચિત હોય છે. તમારા મુસાફરીના અંતરનું ઍનૅલિસિસ કરીને તમે જે ટોલ પ્લાઝામાંથી પસાર થયા છો એ મુજબ ચાર્જની ગણતરી કરે છે. જીપીએસ ટેક્નૉલૉજીને કારણે સિસ્ટમ એ બાબત શોધી શકશે કે તમે આ સિસ્ટમથી સજ્જ રસ્તા પર કેટલું અંતર કાપ્યું છે અને એના આધારે ટોલ પણ વસૂલ કરશે. જોકે એ માટે ટોલ પ્લાઝા પર થોભવાની જરૂર રહેશે નહીં.