આ ફોટો સાથે તેમણે ‘કોહિમાની સુંદરતા’ એવી કૅપ્શન આપી છે.

કરિશ્માઈ કોહિમા
નાગાલૅન્ડના જાણીતા રાજકારણી અને ઇન્ટરનેટ સેલિબ્રિટી તેમજેન ઇમ્ના અલૉન્ગ તેમની રમૂજ વૃત્તિ અને મનોરંજક સોશ્યલ મીડિયા ટિપ્પણી માટે જાણીતા છે. તેઓ પોતાના પ્રશંસકો અને ફૉલોઅર્સને નિયમિત તેમના અંગત જીવનની વાતો, પોતાની સલાહ તેમ જ રાજકીય ભવ્યતા વિશે અપડેટ કરતા રહે છે. તેમણે હાલમાં નાગાલૅન્ડની રાજધાની કોહિમાની મંત્રમુગ્ધ કરી દેતી તસવીરો પોસ્ટ કરી છે, જેમાં રાતના સમયે ઝળાહળા થતી હજારો લાઇટ્સને કારણે રાજધાની અત્યંત આકર્ષક દેખાઈ રહી છે. આ ફોટો સાથે તેમણે ‘કોહિમાની સુંદરતા’ એવી કૅપ્શન આપી છે.