કેટલાક માને છે કે ઘેટાંની આ વર્તણૂક સામાન્ય છે, પરંતુ અન્યોના મતે આ વિચિત્ર હિલચાલ પાછળ કંઈક વધુ અશુભ છે

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
ચીનના આંતરિક વિસ્તાર મૉન્ગોલિયામાં ઘેટાનું એક ટોળું છેલ્લાં લગભગ ૧૨ દિવસથી સતત ગોળાકારમાં ફરી રહ્યું હોવાનું સર્વેલન્સના ફુટેજમાં જણાયું હતું. આ ઘેટાનું ટોળું પૅન નંબર-૧૩માં રહેતું હોવાનું પણ સર્વેલન્સમાં જણાયું છે. કેટલાક લોકોએ આ ઘટનાને સાક્ષાત્કારની નિશાની ગણાવી છે.
ઘેટાના માલિક જણાવે છે કે સૌપ્રથમ થોડાં ઘેટાંઓએ આ પ્રકારે ગોળાકાર ફરવાની શરૂઆત કરી હતી, પણ ત્યાર બાદ બાકીનાં ઘેટાં પણ એમાં જોડાઈ ગયાં હતાં. શ્રીમતી મિયાઓના ફાર્મમાં ઘેટાંઓના કુલ ૩૪ વાડા છે, પરંતુ માત્ર ૧૩ નંબરના વાડાના ઘેટાં આ રીતે ગોળાકાર ફરી રહ્યાં છે.
કેટલાક માને છે કે ઘેટાંની આ વર્તણૂક સામાન્ય છે, પરંતુ અન્યોના મતે આ વિચિત્ર હિલચાલ પાછળ કંઈક વધુ અશુભ છે. આ ફુટેજ ઇન્ટરનેટ પર ફેલાયા બાદ ઘણા સોશ્યલ મીડિયા વપરાશકર્તાઓ વિલક્ષણ ઘેટાંની આ પ્રકારની વર્તણૂકને તોળાઈ રહેલા વિનાશની નિશાની તરીકે જોઈ રહ્યા છે.