પાંચેય આરોપીઓ CCTV કૅમેરાનાં ફુટેજમાં સ્પષ્ટ દેખાતા હતા. ICUમાં કામ પતાવ્યા પછી પણ બધા બહાર જતી વખતે CCTV કૅમેરામાં દેખાયા હતા.
હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલા મર્ડરના ગુનેગારને પાંચ સશસ્ત્ર લોકોએ પતાવી દીધો
બિહારની રાજધાની પટનામાં ગઈ કાલે એક પ્રાઇવેટ હૉસ્પિટલમાં જઈને પાંચ સશસ્ત્ર માણસોએ ઇન્ટેન્સિવ કૅર યુનિટ (ICU)માં સારવાર લઈ રહેલા મર્ડરના ગુનેગારને ગોળીએ દીધો હતો. ચંદન નામનો આ ગુનેગાર બક્સર જિલ્લાનો રહેવાસી હતો અને ખૂનના ગુનામાં દોષી પુરવાર થયા પછી બેઉર જેલમાં બંધ હતો. પોતાની કોઈ ટ્રીટમેન્ટ માટે પરોલ મેળવીને તે હૉસ્પિટલમાં દાખલ થયો હતો. પોલીસનું માનવું છે કે અંગત અદાવતને કારણે આ હત્યા થઈ હોઈ શકે છે. પાંચેય આરોપીઓ CCTV કૅમેરાનાં ફુટેજમાં સ્પષ્ટ દેખાતા હતા. ICUમાં કામ પતાવ્યા પછી પણ બધા બહાર જતી વખતે CCTV કૅમેરામાં દેખાયા હતા.

