મેડોનાએ સેલિબ્રેશન વર્લ્ડ ટૂરની શરૂઆત ગયા વર્ષે ઑક્ટોબરમાં લંડનથી કરી હતી.
અમેરિકન સિંગર મડોના
‘ક્વીન ઑફ પોપ’ કહેવાતી અમેરિકન સિંગર મડોનાની બ્રાઝિલમાં યોજાયેલી ફ્રી કૉન્સર્ટમાં ૧૫ લાખથી વધુ લોકો ઊમટી આવ્યા હતા. ૬૫ વર્ષની મડોનાએ શનિવારે પોતાની ‘સેલિબ્રેશન’ વર્લ્ડ ટૂરનો છેલ્લો શો બ્રાઝિલના કોપાકાબાના બીચ પર કર્યો હતો. ફ્રી કૉન્સર્ટમાં લાખો લોકો મડોનાનો મૅજિક જોવા એકઠા થયા હતા. રિયો ડી જાનેરોના બીચ પર લોકો પોતાને ગમતી જગ્યા મેળવવા માટે અમુક કલાકો કે દિવસો પહેલાં પહોંચી ગયા હતા, તો અમુક ધનિક લોકો બીચ નજીક બોટમાં ઊભા હતા અને બાકીના દર્શકોએ બીચ ફ્રન્ટ અપાર્ટમેન્ટ્સમાંથી કૉન્સર્ટ માણી હતી. કૉન્સર્ટ પહેલાં ૩૦ ડિગ્રી તાપમાનમાં સ્ટેજ પાસે ઊભેલા ફૅન્સને ઠંડક આપવા માટે ફાયર ફાઇટરોએ પાણીનો છંટકાવ કર્યો હતો. મેડોનાએ સેલિબ્રેશન વર્લ્ડ ટૂરની શરૂઆત ગયા વર્ષે ઑક્ટોબરમાં લંડનથી કરી હતી.

