આ યાદીમાં મહારાષ્ટ્રની લોકપ્રિય ડિશ મિસળ-પાંઉ ૧૧મા ક્રમે છે.
What`s Up!
મીસ્સલ પાવની તસવીર
દુનિયાભરનાં ટ્રેડિશનલ ફૂડ્સને આવરીને ટેસ્ટ ઍટલસ નામની રસપ્રદ ટ્રાવેલ ગાઇડ બહાર પાડવામાં આવી છે. આ ટ્રાવેલ ગાઇડમાં વિશ્વની શ્રેષ્ઠ વીગન ડિશિઝની યાદી આપવામાં આવી છે.
ભારતીય પરિવારોના ભોજનમાં સામેલ એવી વિવિધ શાકાહારી વાનગીઓ જોવા મળે છે. આ યાદીમાં મહારાષ્ટ્રની લોકપ્રિય ડિશ મિસળ-પાંઉ ૧૧મા ક્રમે છે. જ્યારે ગુજરાતી તથા ઉત્તર ભારતીય પરિવારો માટે સ્ટેપલ ફૂડમાં સામેલ બટાટા-ફ્લાવરનું શાક વીસમા ક્રમે, રાજમાની દાળ બાવીસમા ક્રમે અને ઇન્ડિયન-ચાઇનીઝ ફ્યુઝન ગણાતું ગોબી મન્ચુરિયન ૨૪મા ક્રમે છે. સાથે જ યાદીમાં મસાલા વડાં, તામિલનાડુની જાણીતાં વડા ફ્રીટર (સાબુદાણા, ચણાના લોટમાંથી બને છે) અને ભેળપૂરી પણ અનુક્રમે ૨૭, ૩૭ અને ૪૧મા ક્રમે છે. ટ્રાવેલ ગાઇડમાં આ શાકાહારી વાનગીઓની વિશેષતા જણાવવામાં આવી છે, જેમ કે રાજમા મૂળ મેક્સિકો, ગ્વાટેમાલાથી ભારત આવીને ઉત્તર ભારતીયોના ફેવરિટ બન્યા છે. વાંચીને મોઢામાં પાણી આવી જાય એવી વાત છેને?