Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > પોતાનું જ અપમાન કરાવવા માટે પુરુષો આ યુવતીને સામેથી આપે છે રૂપિયા

પોતાનું જ અપમાન કરાવવા માટે પુરુષો આ યુવતીને સામેથી આપે છે રૂપિયા

11 July, 2024 11:18 AM IST | Washington
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કેટલાક પુરુષો તો મોંઘી ગિફ્ટો લાવીને પણ ધરતા હોય છે.

મિસ્ટ્રેસ મર્લી

અજબગજબ

મિસ્ટ્રેસ મર્લી


અમેરિકાની મિસ્ટ્રેસ મર્લી નામની ૩૦ વર્ષની યુવતી એકદમ હટકે કરીઅર ધરાવે છે. તેનું કામ જ છે પુરુષોનું અપમાન કરીને પૈસા કમાવાનું. મર્લીનું કહેવું છે કે પુરુષો જ તેને સામેથી પોતાનું અપમાન કરાવવાના પૈસા આપે છે. લવ ડોન્ટ જજ નામની યુટ્યુબ ચૅનલ પર એક ઇન્ટરવ્યુમાં મર્લીએ પોતાનું પ્રોફેશન પુરુષોને હ્યુમિલિયેટ કરવાનું છે એ વિશે ખૂલીને વાત કરી હતી. છ વર્ષ પહેલાં તેણે આ કામ શરૂ કરેલું. કૉલેજમાંથી પાસ થયા પછી તે પૈસા કમાવા માટે કંઈક જુદું કરવા ઇચ્છતી હતી એ વખતે તેને સમજાઈ ગયેલું કે કૉર્પોરેટ જૉબ તેના બસની વાત નથી. એ વખતે તેને ખબર પડેલી કે કેટલીક મહિલાઓની કમ્યુનિટી છે જે પુરુષોના ફાઇનૅન્સ પર કબજો ધરાવે છે અને તેણે એ કામ કરવાનું નક્કી કરી લીધું. મર્લીના ગ્રાહકો બહુ જુદા હોય છે. ક્યારેક કોઈકની ઇચ્છા હોય છે કે મર્લી તેના પર જોર-જોરથી ચિલ્લાઈને ગાળો ભાંડે. કોઈક ડિમાન્ડ કરે છે ગળાપટ્ટો બાંધીને તેને કૂતરાની જેમ પાળતુ બનાવીને ફેરવવામાં આવે. તો વળી કોઈક તેના પગ ચાટવા સુધી પણ તૈયાર થઈ જાય છે. મર્લીનું કહેવું છે કે આ બધા માટે પુરુષો મને મોંમાગી કિંમત આપવા તૈયાર હોય તો જ હું એ કરું છું. કેટલાક પુરુષો તો મોંઘી ગિફ્ટો લાવીને પણ ધરતા હોય છે. 


Whatsapp-channel Whatsapp-channel

11 July, 2024 11:18 AM IST | Washington | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK