૨૦૨૧માં એનો જન્મ થયો ત્યારે જ ફાર્મના માલિકને એની ઊંચાઈ વધારે લાગી હતી અને એટલે જ એનું નામ મૉન્સ્ટર ગોરીલાની ફિલ્મ પરથી કિંગ કૉન્ગ રાખવામાં આવ્યું હતું.
થાઇલૅન્ડના નિનલાની ફાર્મમાં રહેતા વૉટર બફેલો કિંગ કૉન્ગની ઉંમર માત્ર ૩ વર્ષ છે
થાઇલૅન્ડના નિનલાની ફાર્મમાં રહેતા વૉટર બફેલો કિંગ કૉન્ગની ઉંમર માત્ર ૩ વર્ષ છે, પણ એની પ્રજાતિના અન્ય વૉટર બફેલોની ઍવરેજ ઊંચાઈ કરતાં એની ઊંચાઈ ૫૦ સેન્ટિમીટર વધારે એટલે કે ૧૮૬ સેન્ટિમીટર છે. ૨૦૨૧માં એનો જન્મ થયો ત્યારે જ ફાર્મના માલિકને એની ઊંચાઈ વધારે લાગી હતી અને એટલે જ એનું નામ મૉન્સ્ટર ગોરીલાની ફિલ્મ પરથી કિંગ કૉન્ગ રાખવામાં આવ્યું હતું.
ભલે આટલી ઊંચી કાયા હોય, પણ એ સ્વભાવથી એકદમ પ્લેફુલ પપી જ છે અને એકદમ ફ્રેન્ડ્લી છે. એને પાણીમાં રમવું બહુ ગમે છે, કેળાં બહુ ભાવે છે અને એની સંભાળ લેતા બધા સાથે રમવું ગમે છે.
ADVERTISEMENT
ફાર્મનો માલિક કહે છે, ‘ફાર્મમાં બધા કિંગ કૉન્ગને પ્રેમ કરે છે. મને એ બહુ જ ગમે છે. એ રોજ ૩૫ કિલો ખોરાક ખાય છે. એને ઘાસ અને મકાઈ ભાવે છે. કિંગ કૉન્ગનો દિવસ સવારે છ વાગ્યે શરૂ થાય છે. પછી એ બહાર યાર્ડમાં રમે છે અને પછી પૉન્ડમાં પાણીમાં રમે છે. નાસ્તા પહેલાં એને નવડાવવામાં આવે છે અને પછી એ સાંજે ૫.૩૦ વાગ્યા સુધી જે કરવું હોય એ કરે છે. ત્યાર બાદ એને ફરીથી નવડાવીને ડિનર આપવામાં આવે છે અને ફાર્મમાં અંદર સૂવા માટે લઈ જવામાં આવે છે.’
થાઇલૅન્ડમાં વૉટર બફેલોનું બહુ મહત્ત્વ છે. એ ખેતી અને ટ્રાન્સપોર્ટેશનમાં મહત્ત્વનો ભાગ ભજવે છે.


