પહેલાં ફૅશન શોમાં ચિત્રવિચિત્ર કપડાં જોઈને દરેકને એવો સવાલ થતો કે આવી ફૅશન રોજિંદા જીવનમાં કોણ અપનાવે? જોકે સોશ્યલ મીડિયા પર કેટલાક વિડિયો જોઈને એવું લાગે છે કે અમુક લોકો તો ફૅશન શોના લેવલ કરતાં પણ આગળ નીકળી ગયા છે.
બ્રેડ, પાંઉ અને પાનમસાલાનાં પાઉચ શરીર પર ચોંટાડીને ફરવા નીકળ્યો
પહેલાં ફૅશન શોમાં ચિત્રવિચિત્ર કપડાં જોઈને દરેકને એવો સવાલ થતો કે આવી ફૅશન રોજિંદા જીવનમાં કોણ અપનાવે? જોકે સોશ્યલ મીડિયા પર કેટલાક વિડિયો જોઈને એવું લાગે છે કે અમુક લોકો તો ફૅશન શોના લેવલ કરતાં પણ આગળ નીકળી ગયા છે. આવા જ એક વિડિયોમાં એક વ્યક્તિ શરીર પર કપડાંના નામે પાનમસાલાનાં પાઉચ લગાવીને બજારમાં ફરી રહ્યો છે. તેણે હાથ-પગ પર પાનમસાલાનાં પાઉચ લગાવ્યાં છે અને કોબીનાં પાન પણ શરીર પર ટેપથી ચોંટાડ્યાં છે.
રોહિત નામના આ છોકરાએ પહેલી વખત આવી અતરંગી ફૅશન નથી કરી. તેનો પ્રોફાઇલ આવા જ અજીબોગરીબ વિડિયોથી ભરાયેલો છે. ક્યારેક તે શરીર પર બહુ બધી લિપસ્ટિક ઘસીને ફરે છે તો ક્યારેક દૂધી લટકાવીને રસ્તા પર બેઠેલો દેખાય છે. તેને જોઈને આજુબાજુના લોકોમાં બહુ નવાઈ અને રમૂજ પેદા થાય છે, પણ રોહિત કોઈ ફૅશન શોમાં ચાલતો હોય એમ વટથી રસ્તા પર ચાલે છે. રોહિત સાથે તેના મિત્રો પણ આ કારનામામાં સામેલ થાય છે. એક વિડિયોમાં બે મિત્રો બાઇક પર બેસીને શરીર પર બરફ અને સાબુ લગાવતા પણ જોવા મળ્યા હતા. રોહિતને જોઈને ઘણા એવી કમેન્ટ કરે છે કે જુઓ, ઉર્ફી જાવેદનો ભાઈ મળી ગયો.

