ગામોરાનું નામ ગાર્ડિયન્સ ઑફ ગૅલેક્સીના પાત્ર પરથી રાખ્યું છે.

મગરની સાથે પાકી ફ્રેન્ડશિપ
મગરમચ્છને પાળનારા મેક્સિકોના સેન્ટ લુઇસ પોટોસીના ૨૯ વર્ષના જોનાથન અરેઝાનું કહેવું છે કે સામાન્યપણે આક્રમક સ્વભાવ તેમ જ મનુષ્ય સહિત માર્ગમાં જે મળે તે ખાવાની વૃત્તિ ધરાવતો જંગલી વૃત્તિનો મનાતો મગરમચ્છ તેણે પાળ્યો છે, જે સામાન્ય ડૉગીની જેમ જ તેને લાડ કરે છે તેમ જ આખા ઘરમાં ફરતો રહે છે. જોનાથન કહે છે કે એ સામાન્યપણે આરામખુરશીમાં કે મારા બેડ પર બેસી રહે છે, એને સીડી ચડતાં આવડે છે તથા એ પોતાની મરજીથી તળાવમાં જાય તેમ જ બહાર નીકળે છે.
આ પણ વાંચો: આ નીડર દેડકાંઓએ કરી મગરમચ્છની સવારી
ઘણા ઓછા લોકો મગર પાળતા હોય છે, કેમ કે મગર કેદમાં રહેવું ઘણું ઓછું પસંદ કરે છે. જોકે આ મગર ગામોરા તેની સાથે રહેવા કે ફરવાની છૂટ આપે છે. ગામોરાનું નામ ગાર્ડિયન્સ ઑફ ગૅલેક્સીના પાત્ર પરથી રાખ્યું છે. જોકે ગામોરા એક મૉડલની જેમ વિડિયોઝ અને ફોટોશૂટ પસંદ કરે છે. ગામોરા માટે જોનાથને રૂમમાં ઠંડક વધી જાય તો હીટર ચાલુ કરીને ઘરનું તાપમાન નિયંત્રણમાં રાખવું પડે છે.