Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > તમારું ઇન્સ્ટાગ્રામ આઇડી શું છે? મારું કપાળ સ્કૅન કરી લો

તમારું ઇન્સ્ટાગ્રામ આઇડી શું છે? મારું કપાળ સ્કૅન કરી લો

29 February, 2024 10:43 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એક વ્યક્તિએ તો તેના કપાળ પર ક્યુઆર કોડનું ટૅટૂ કરાવ્યું હતું જે લોકોને સીધા તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર લઈ જાય છે!

વાઇરલ વિડિયોની તસવીર

Offbeat

વાઇરલ વિડિયોની તસવીર


આજે મોટા ભાગના લોકો તેમના ઇન્સ્ટાગ્રામ ફૉલોઅર્સ વધારવા માગે છે. મોટા ભાગની કંપનીઓ કે સામાન્ય વ્યક્તિ પણ પોતાના ક્યુઆર કોડ બનાવીને શૅર કરતા હોય છે જેથી અન્ય યુઝર્સ તરત જ એને સ્કૅન કરીને તેમના ઇન્સ્ટા અકાઉન્ટ સુધી પહોંચી જાય. જોકે એક વ્યક્તિએ તો તેના કપાળ પર ક્યુઆર કોડનું ટૅટૂ કરાવ્યું હતું જે લોકોને સીધા તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર લઈ જાય છે! આ વિડિયો ખૂબ વાઇરલ થયો હતો. વિડિયોમાં આખી ટૅટૂ-પ્રોસેસ જોવા મળે છે. શરૂઆતમાં જોનારાને આશ્ચર્ય થાય છે કે આ શેનો ક્યુઆર કોડ છે અને શા માટે તે પોતાના ફોરહેડ પર ચિતરાવી રહ્યો છે? જોકે ટૅટૂ આર્ટિસ્ટ પેલા વ્યક્તિના કપાળ પર ક્યુઆર કોડ સ્કૅન કરે છે અને તેનું ઇન્સ્ટાગ્રામ ખૂલે છે. આ વિડિયોને અત્યાર સુધીમાં ૧.૭ મિલ્યન વ્યુઝ મળી ચૂક્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

29 February, 2024 10:43 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK