જિયાન ઝોંગ લીના ભાઈનું ૫૮ વર્ષની વયે મૃત્યુ થતાં સંપત્તિ તેના દીકરાને મળવાની હતી.
જિયાન ઝોંગ લી
સંપત્તિને લઈને પરિવારમાં ઝઘડા થાય એ કમનસીબે સામાન્ય બાબત બની ગઈ છે, પણ ઑસ્ટ્રેલિયાના સિડનીમાં ભારે વિચિત્ર કિસ્સો બન્યો હતો. વારસાગત લડાઈ જીતવા માટે એક વ્યક્તિએ ભાઈના અંતિમ સંસ્કાર વખતે જ તેનો કાન કાપી નાખ્યો હતો. જિયાન ઝોંગ લીના ભાઈનું ૫૮ વર્ષની વયે મૃત્યુ થતાં સંપત્તિ તેના દીકરાને મળવાની હતી. જોકે લીને એવી શંકા હતી કે તેનો ભત્રીજો સગો દીકરો નથી અને એ સાબિત થઈ જાય તો સંપત્તિ લી અને તેની માતાને મળે. તેને DNA ટેસ્ટ માટે સૅમ્પલ જોઈતું હતું, પણ પરવાનગી ન મળતાં તેણે ચોરીછૂપી શબપેટીમાંથી ભાઈનો કાન કાપી લીધો અને ફ્રિજમાં સ્ટોર કર્યો. જોકે તે ટેસ્ટ કરાવવા ગયો ત્યારે સમગ્ર હકીકત સામે આવતાં તેને એક લાખ રૂપિયાનો દંડ થયો હતો. દરમ્યાન એ પણ સાબિત થઈ ગયું કે તેનો ભત્રીજો એ તેના ભાઈનો સગો દીકરો જ હતો!

