આ દરદી બૉડી ઇન્ટિગ્રિટી આઇડેન્ટિટી ડિસઑર્ડર નામની બીમારીથી પીડાય છે.
અજબ ગજબ
પ્રતીકાત્મક તસવીર
કૅનેડાની લોવલ યુનિવર્સિટીના સાઇકોલૉજી વિભાગમાં એક દરદી આશ્ચર્યજનક ફરિયાદ સાથે આવ્યો હતો. આ વિભાગના સાઇકોલૉજિસ્ટ ડૉ. નાદિયાએ જણાવ્યું હતું કે હાલમાં એક દરદીએ પોતાના એક હાથની બે આંગળીઓ કાપી નાખવા કહ્યું હતું. દરદીનું કહેવું છે કે ‘આ બન્ને આંગળી કાયમ મને ડરાવે છે. મને બાળપણથી એવું લાગે છે કે બન્ને આંગળી મારા શરીરનો હિસ્સો નથી.’ ડૉ. નાદિયા જણાવે છે કે આ દરદી બૉડી ઇન્ટિગ્રિટી આઇડેન્ટિટી ડિસઑર્ડર નામની બીમારીથી પીડાય છે. આ બીમારીને કારણે તેને પોતે વિકલાંગ હોવાનો ડર લાગતો રહે છે.