હરિયાણાના અંબાલામાં રહેતો ૨૫ વર્ષનો નીતિન વર્મા અને પંજાબના રોપડ ગામની ૨૩ વર્ષની આરુષીનાં લગ્ન આજકાલ ચર્ચામાં છે. કેમ કે દુલ્હો અને દુલ્હન બન્ને એકદમ ઠીંગણા કદનાં હોવાથી જાણે ગુડ્ડા-ગુડ્ડીનાં લગ્ન થતાં હોય એવો માહોલ બન્યો હતો. નીતિનની હાઇટ ૩.૮ ઇંચની.
નીતિન વર્મા અને આરુષી
હરિયાણાના અંબાલામાં રહેતો ૨૫ વર્ષનો નીતિન વર્મા અને પંજાબના રોપડ ગામની ૨૩ વર્ષની આરુષીનાં લગ્ન આજકાલ ચર્ચામાં છે. કેમ કે દુલ્હો અને દુલ્હન બન્ને એકદમ ઠીંગણા કદનાં હોવાથી જાણે ગુડ્ડા-ગુડ્ડીનાં લગ્ન થતાં હોય એવો માહોલ બન્યો હતો. નીતિનની હાઇટ ૩.૮ ઇંચની છે જ્યારે આરુષીની ઊંચાઈ ૩.૬ ઇંચની. હાઇટ ઓછી હોવાને કારણે બન્નેને કલ્પના પણ નહોતી કે તેમને તેમના જેવા જ જીવનસાથી મળશે જેની સાથે તેમનું માત્ર કદ જ નહીં, મન પણ મળી ગયું હોય. નીતિન અને આરુષીને હરિયાણાનું સ્મૉલેસ્ટ કપલ માનવામાં આવે છે. બન્નેના પરિવારને પોતાનાં ઠીંગણા કદનાં સંતાનોનાં લગ્ન માટે યોગ્ય પાત્ર મળશે કે નહીં એની ચિંતા હતી. જોકે નીતિનના પરિવારજનોએ ફરવાની શોખીન આરુષીને બજારમાં શૉપિંગ કરતી જોઈ. તેની હાઇટ જોઈને તેમને પોતાના દીકરા માટે યોગ્ય પાત્ર લાગ્યું. વાતચીત કરતાં છોકરા-છોકરીને મેળવવામાં આવ્યાં અને પહેલી જ નજરમાં બન્નેને એકમેક માટે કુછ કુછ હોતા હૈની ફીલિંગ થવા માંડતાં પરિવારજનોએ લગ્ન નક્કી કરી નાખ્યાં. વળી આરુષીનો પરિવાર આર્થિક રીતે નબળી સ્થિતિવાળો હોવાથી નીતિનના પરિવારે કોઈ જ દહેજ વિના સાદગીથી લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. ઓછી હાઇટ માટે બન્નેને અનેક વાર ટોણા સાંભળવા પડતા હતા, પરંતુ બન્નેને જીવનસાથી મળી જતાં બન્ને પરિવાર ખુશ છે. હવે લગ્ન થઈ ગયા પછી ટોણા મારનારાઓ કરતાં વધાઈઓ આપનારાઓની સંખ્યા વધી ગઈ છે.

