ડિઝાઇન અને પર્ફોર્મન્સમાં વૉલ્વોની EX30ને પાછળ છોડી દીધી
What`s Up!
કિયા EV9
ન્યુ યૉર્કમાં યોજાયેલા ઑટો-શોમાં સાઉથ કોરિયન કંપનીની ઇલેક્ટ્રિક કાર કિયા EV9ને વર્લ્ડ કાર ઑફ ધ યરનો અવૉર્ડ મળ્યો છે. એની યુનિક ડિઝાઇન અને ઇમ્પ્રેસિવ પર્ફોર્મન્સને કારણે વૉલ્વોની EX30 કાર બહુ મામૂલી અંતરથી પાછળ રહી ગઈ. આ વર્ષે ઇલેક્ટ્રિક કાર્સનો દબદબો રહ્યો હતો. કિયા ઉપરાંત BMW, ટૉયોટા અને વૉલ્વોને પણ અલગ કૅટેગરીમાં અવૉર્ડ મળ્યા હતા. આ શોમાં ૨૯ દેશોમાંથી આવેલી ૩૮ કારના મૉડલ્સને ૧૦૦ ઑટો એક્સપર્ટ જર્નલિસ્ટ્સે રેટિંગ આપ્યાં હતાં. ભારતીય ઑટો ઇન્ડસ્ટ્રીમાંથી BYD ઑટો 3, BYD સીલ અને સિટ્રોએન C3 મળી ત્રણ કાર કૉમ્પિટિશનમાં હતી.
બીજી કઈ કારે બાજી મારી?
વર્લ્ડ કાર ઑફ ધ યર : કિયા EV9
વર્લ્ડ લક્ઝરી કાર ઑફ ધ યર : BMW 5 સિરીઝ/i5
વર્લ્ડ પર્ફોર્મન્સ કાર : હ્યુન્દાઇ આયોનિક 5N
વર્લ્ડ ઇલેક્ટ્રિક વેહિકલ : કિયા EV9
વર્લ્ડ અર્બન કાર : વૉલ્વો EX30
વર્લ્ડ કાર ડિઝાઇન ઑફ ધ યર : ટૉયોટા પ્રિયસ