એક અભ્યાસ અનુસાર વિવિધ રંગોમાં જોવા મળતા કરેણના ફૂલમાં કાર્ડેનોલાઇડ્સ હોય છે જે પ્રાણીઓ અને મનુષ્યોના હૃદયની કામગીરીને અસર કરી શકે છે.
કરેણના ફૂલની તસવીર
કેરલાનાં મંદિરોમાં હવેથી ભગવાનને ફૂલ અર્પણ કરતી વખતે તેમ જ ધાર્મિક વિધિઓમાં કરેણનો ઉપયોગ નહીં કરી શકાય. કરેણના ફૂલની ઝેરી પ્રકૃતિને લીધે ત્રાવણકોર દેવસ્વોમ બોર્ડે અને મલબાર દેવસ્વોમ બોર્ડે પોતાના અધિકારક્ષેત્ર હેઠળ આવતાં ૧૦૦૦થી વધુ મંદિરોમાં આ નિયમ લાગુ કર્યો હતો. રાજ્યના અલપ્પુઝામાં એક મહિલાએ ભૂલથી કરેણનું ફૂલ ખાધા બાદ તેનું મૃત્યુ થયું હતું તો પથાનામથિટ્ટામાં આ ફૂલનાં પાંદડાં ચાવવાથી એક ગાય અને વાછરડાનાં મોત થયાં હતાં. એક અભ્યાસ અનુસાર વિવિધ રંગોમાં જોવા મળતા કરેણના ફૂલમાં કાર્ડેનોલાઇડ્સ હોય છે જે પ્રાણીઓ અને મનુષ્યોના હૃદયની કામગીરીને અસર કરી શકે છે.

