અમીર મહિલાઓને સુવિધાઓની કોઈ કમી નથી હોતી, પણ તેમને ઇમોશનલ સપોર્ટની બહુ જરૂર હોય છે. જપાનના તાકુયા ઇકોમા નામના યુવકે એ કામ પ્રોફેશનલી કરવાનું શરૂ કર્યું છે. ૩૧ વર્ષના તાકુયાભાઈ અત્યારે તેમની ૧૫ મહિલા ક્લાયન્ટ્સના ઇમોશનલ કૅરટેકર તરીકે કામ કરે છે.
તાકુયા ઇકોમા
અમીર મહિલાઓને સુવિધાઓની કોઈ કમી નથી હોતી, પણ તેમને ઇમોશનલ સપોર્ટની બહુ જરૂર હોય છે. જપાનના તાકુયા ઇકોમા નામના યુવકે એ કામ પ્રોફેશનલી કરવાનું શરૂ કર્યું છે. ૩૧ વર્ષના તાકુયાભાઈ અત્યારે તેમની ૧૫ મહિલા ક્લાયન્ટ્સના ઇમોશનલ કૅરટેકર તરીકે કામ કરે છે. એ કામ માટે તેને ઑનલાઇન જબરદસ્ત પ્રસિદ્ધિ મળી છે. મહિલાઓ ઇમોશનલ સપોર્ટ માટે તાકુયાને યાદ કરે છે અને તેમને ભાવનાત્મક સપોર્ટ મળતાં મહિલાઓ ખુશ થઈ જાય છે. આ કામ માટે તેને મહિને ૧ મિલ્યન યેન એટલે કે લગભગ ૬ લાખ રૂપિયા મળે છે. કોઈ મહિલાને ઇમોશનલ સપોર્ટ બનવાનું તો બહુ સહેલું છે એવું જો કોઈ માનતું હોય તો એ ભૂલ છે. તાકુયાભાઈ કહે છે કે ‘એકસાથે ઘણી મહિલાઓને સંભાળવાનું કામ થકવી નાખનારું હોય છે. તેમને દરેક વખતે મળવાનું હોય ત્યારે તેમને ગમે એ બધું કરવાની સાવધાની રાખવી પડે છે. સારાં કપડાં, મેકઅપ અને તેમને પસંદ હોય એવી રીતે વર્તવું એ મારી જવાબદારી છે. એ મુલાકાત દરમ્યાન મહિલાઓ સાથે સમય ગાળવાનો, તેમની સાથે રાંધવાનું, ઘરનું કામ કરવાનું, બહાર ફરવા જવાનું અને તેમની સાથે વાતો કરવાનું. લોકોને લાગી શકે કે અમીર સ્ત્રીઓ સાથે રહેવાનું એટલે બહુ લક્ઝુરિયસ લાઇફ હશે. હા, અમીર અને સુંદર સ્ત્રીઓને મૅનેજ કરવાનું કામ આનંદદાયક તો હોય છે, પણ એકસાથે ૧૫ સ્ત્રીઓને સાચવવાનું કામ તમે કલ્પી પણ ન શકો એટલું થકવી નાખનારું હોય છે.’
ઘરના કામમાં માત્ર ત્રણ કલાક સાથ આપીને તે ૯૫,૦૦૦ રૂપિયા કમાયો હતો. ક્યારેક તો મહિનામાં માત્ર આઠ જ દિવસ કામ કરીને તે મહિનામાં લગભગ ૬ લાખ રૂપિયા કમાય છે. જપાનમાં એવી કેટલીય મહિલાઓ છે જેમને ડેટ કરવાનું અને સંબંધોમાં કમિટમેન્ટ સાથે આગળ વધવાનું અઘરું લાગે છે. એને બદલે તેમને પૈસા આપીને સાથે સમય પસાર કરનાર કમ્પેનિયન મેળવવાનું આસાન લાગે છે.

