આ શેફ નાગપુરના એક નાનકડા ઠેલાથી એટલા પ્રભાવિત થયા કે તેમણે એ ઠેલાવાળા પાસેથી જ મસાલાઓની કલા શીખી
મિદોરી સ્ટોર નામની તેમની રેસ્ટોરાંમાં અસ્સલ મરાઠી સ્ટાઇલમાં નૉનવેજ, દાળ-ભાત મળે છે
જપાનના ફુકુઓકામાં તમને અસલ મરાઠી અને નાગપુરની સાવજી ખાણાવળીનો અનુભવ મળી શકે છે. થૅન્ક્સ ટુ શેફ તકાશી સાન. આ શેફ નાગપુરના એક નાનકડા ઠેલાથી એટલા પ્રભાવિત થયા કે તેમણે એ ઠેલાવાળા પાસેથી જ મસાલાઓની કલા શીખી. એ પાકકલા નખશિખ પોતાનામાં ઊતરે એ માટે તેઓ મરાઠી ભાષા પણ શીખ્યા. એ બધું જ કર્યા પછી તેમણે જપાનમાં પોતાનું આગવું સાવજી ભોજનાલય ખોલ્યું અને મહારાષ્ટ્રના અસલી સ્વાદને જપાન પહોંચાડી દીધો.
મિદોરી સ્ટોર નામની તેમની રેસ્ટોરાંમાં અસ્સલ મરાઠી સ્ટાઇલમાં નૉનવેજ, દાળ-ભાત મળે છે. વીકમાં એક વાર તેઓ પારસી ભોજન અને રબડી-ફાલૂદા પણ બનાવે છે. તકાશી સાનનું કહેવું છે કે આ જગ્યા ફાઇન ડાઇનિંગ માટે નથી, આ તો ઘર જેવો અનુભવ છે એટલે જ હું આ રેસ્ટોરાંને ભોજનાલય કહું છું.
