રિસર્ચ માટે તેમણે ખાસ ઑપ્ટિકલ કેબલ ફાઇબરનો ઉપયોગ કર્યો હતો. જોકે NICTએ હજી સુધી જણાવ્યું નથી કે આ ઝડપી ઇન્ટરનેટ-સ્પીડ ક્યારે લોકો માટે રજૂ કરવામાં આવશે.
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)
આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)ની વધતી જતી સ્પીડ વચ્ચે ઇન્ટરનેટની દુનિયામાં જપાને જબરદસ્ત પ્રગતિ કરી છે. જપાનની નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ફર્મેશન ઍન્ડ કમ્યુનિકેશન ટેક્નૉલૉજી (NICT)ના જણાવ્યા અનુસાર જપાનમાં ઇન્ટરનેટ-સ્પીડ 1.02 Pbps (પેટાબિટ્સ પર સેકન્ડ) સુધી પહોંચી ગઈ છે. આ ઇન્ટરનેટ-સ્પીડ એટલી ઝડપી છે કે ફક્ત એક સેકન્ડમાં નેટફ્લિક્સ પર આખી મૂવી-લાઇબ્રેરી ડાઉનલોડ કરી શકાય છે. આ ઇન્ટરનેટ-સ્પીડ ભારતની સરેરાશ ઇન્ટરનેટ-સ્પીડ કરતાં ૧.૬ કરોડ ગણી ઝડપી છે અને અમેરિકાની સરેરાશ ઇન્ટરનેટ-સ્પીડ કરતાં ૩૫ લાખ ગણી ઝડપી છે. ભારતમાં સરેરાશ ઇન્ટરનેટ-સ્પીડ 63.55 Mbps છે અને જપાનમાં પરીક્ષણ કરાયેલું ઇન્ટરનેટ આના કરતાં ૧.૬ કરોડ ગણું ઝડપી છે.
NICTના જણાવ્યા અનુસાર સુમિટોમો ઇલેક્ટ્રિક અને યુરોપના ઘણા રિસર્ચરોએ આટલી હાઈ સ્પીડ પ્રાપ્ત કરવામાં ફાળો આપ્યો છે. રિસર્ચ માટે તેમણે ખાસ ઑપ્ટિકલ કેબલ ફાઇબરનો ઉપયોગ કર્યો હતો. જોકે NICTએ હજી સુધી જણાવ્યું નથી કે આ ઝડપી ઇન્ટરનેટ-સ્પીડ ક્યારે લોકો માટે રજૂ કરવામાં આવશે.

