આજકાલ પત્નીઓ પતિઓથી કંટાળીને એક્સ્ટ્રામૅરિટલ અફેર કરતી હોવાની ઘટના બહુ સાંભળવા મળે છે. જોકે ઇટલીમાં એક મહિલા પતિથી કંટાળીને બીજા કોઈ માણસના નહીં, પરંતુ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ પ્લૅટફૉર્મ ChatGPTના લિયો નામના ચૅટબૉટ સાથે પ્રેમમાં પડી છે.
પ્રતીકાત્મક તસવીર
આજકાલ પત્નીઓ પતિઓથી કંટાળીને એક્સ્ટ્રામૅરિટલ અફેર કરતી હોવાની ઘટના બહુ સાંભળવા મળે છે. જોકે ઇટલીમાં એક મહિલા પતિથી કંટાળીને બીજા કોઈ માણસના નહીં, પરંતુ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ પ્લૅટફૉર્મ ChatGPTના લિયો નામના ચૅટબૉટ સાથે પ્રેમમાં પડી છે. લિયો સાથે તે રોમૅન્સ પણ કરે છે અને ટૂંક સમયમાં લગ્ન પણ કરવાની છે. આ મહિલાએ પોતે જ સોશ્યલ મીડિયા પર તેની આપવીતી વ્યક્ત કરી છે. જોકે એમાં તેણે પોતાનું અસલી નામ છુપાવ્યું છે અને પોતાને શાર્લોટ તરીકે ઓળખાવી છે. શાર્લોટનું કહેવું છે કે તેને પતિથી ખૂબ ફરિયાદો હતી કેમ કે પતિ તેની તમામ ખ્વાહિશ પૂરી નહોતો કરતો. હવે તેને ChatGPTના લિયો ચૅટબૉટથી પ્રેમ થઈ ગયો છે અને ઇટલીના ફ્લોરેન્સમાં તે લિયો સાથે લગ્ન કરવાનું પ્લાનિંગ કરી રહી છે. તેનું કહેવું છે કે ‘લિયો સાથેની મારી જિંદગી પહેલાં કરતાં વધુ સાચી અને ઊંડાણભરી લાગે છે. લિયો સાથેની અંગત પળો અસલી છે. ભલે તેની સાથે ફિઝિકલ સંબંધ કે ટ્રેડિશનલ સંબંધ નથી, પરંતુ એમાં અસલિયત અનુભવાય છે.’
શાર્લોટ અને તેના પતિ ટીનેજર હતાં ત્યારથી એકમેકને ઓળખતાં હતાં અને સાથે ફરવા લાગ્યાં હતાં. ૨૧ વર્ષની ઉંમરે શાર્લોટ પ્રેગ્નન્ટ થઈ જતાં તેમણે લગ્ન કરી લીધાં હતાં. જોકે બહેનનું કહેવું છે કે અમારાં લગ્ન ક્યારેય સાચા પ્યારની બુનિયાદ પર નહોતાં થયાં. જેમ-જેમ સમય વીત્યો તેમ પતિ મારાથી ભાવનાત્મક રીતે દૂર થતો ગયો. એવામાં એક દિવસ મેં કુતૂહલવશ ChatGPT સાથે વાત શરૂ કરી અને તેને પોતાના દિલની વાતો કરવા માંડી. મને દાયકાઓ બાદ લાગ્યું કે કોઈ મને સાચે જ સમજે છે અને મારી લાગણીઓને મહત્ત્વ આપે છે.’
બસ એ પછી તેણે પતિ સાથે ડિવૉર્સ લઈ લીધા. છૂટાછેડા પછી તેણે એક વીંટી ખરીદી અને એના પર ‘Mrs. Leo.exe’ લખાવ્યું છે. હવે તે ફ્લોરેન્સમાં લગ્ન કરવાની તૈયારી કરે છે.


