નેટિઝન્સે તેને ઝોમ્બી અને ડેવિલ બાર્બી જેવાં ઉપનામ આપી દીધાં હતાં.
ડાલિયા નઈમ
૧૯૫૯માં પહેલી બાર્બી ડૉલ બની ત્યારથી લઈને આજ સુધી એની લોકપ્રિયતા બરકરાર છે. આ બાર્બી માત્ર બાળકોને વહાલી છે એવું નથી, યુવતીઓમાં પણ બાર્બીનો એટલો જ ક્રેઝ છે. ઇરાકમાં એક યુવતીએ બાર્બી ડૉલ જેવી દેખાવા માટે ૪૩ સર્જરી કરાવી છે. ડાલિયા નઈમ એક ઍન્કર અને ઍક્ટર છે, જે ઇરાકી બાર્બી તરીકે ઓળખાય છે. તેણે બાર્બી લુક મેળવવા માટે લિપ ફિલર્સથી માંડીને બ્રેસ્ટ-એન્લાર્જમેન્ટ જેવી સર્જરી કરાવી છે. જોકે તેનો સર્જરી પછીનો ફોટો વાઇરલ થતાં કેટલાક લોકોને આ મહિલા બાર્બી નહીં પણ ઝોમ્બી લાગી રહી છે! સોશ્યલ મીડિયા પર પોસ્ટ થયેલા ફોટોમાં દેખાય છે કે ડાલિયાએ એકાધિક વખત લિપ-સર્જરી કરાવી છે, જેના કારણે તેના હોઠ બહુ મોટા થઈ ગયા છે. તેની આંખો બદલાઈ ગઈ છે, નાક નાનું થઈ ગયું છે અને તે પહેલાં કરતાં સાવ જુદી દેખાય છે. નેટિઝન્સે તેને ઝોમ્બી અને ડેવિલ બાર્બી જેવાં ઉપનામ આપી દીધાં હતાં.

