Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > લોકો સ્નોમાં એના ગોળા બનાવીને રમે, પણ આ મૅડમ તો રોઝ આઇસક્રીમ બનાવીને ખાઈ ગયાં

લોકો સ્નોમાં એના ગોળા બનાવીને રમે, પણ આ મૅડમ તો રોઝ આઇસક્રીમ બનાવીને ખાઈ ગયાં

03 April, 2024 09:49 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઇન્સ્ટાગ્રામ પર નયનતારા નામની ઇન્ફ્લુઅન્સરે પોસ્ટ કરેલો વિડિયો ચર્ચામાં છે

વાઇરલ વિડિયોની તસવીર

વાઇરલ વિડિયોની તસવીર


સામાન્ય રીતે કાશ્મીર-હિમાચલ પ્રદેશ બાજુ ફરવા જતા લોકો બરફના ગોળા બનાવીને એકમેક પર ઉડાડતા હોય એવા ફોટો અચૂક પડાવે છે. જોકે હાઇજીનના પ્રશ્નો હોવાથી કોઈ જમીન પર પથરાયેલો બરફ ખાતા નથી, પણ વાત જ્યારે ઇન્ફ્લુઅન્સર્સની હોય તો કહાનીમાં ટ્વિસ્ટ વગર કેમ ચાલે? ઇન્સ્ટાગ્રામ પર નયનતારા નામની ઇન્ફ્લુઅન્સરે પોસ્ટ કરેલો વિડિયો ચર્ચામાં છે. વિડિયોમાં આ બહેન બરફમાંથી ગુલાબના આકારનો સરસ આઇસક્રીમ બનાવે છે. જોકે માત્ર વિડિયો માટે તે આટલેથી અટકી ગઈ હોત તો વાંધો ન આવત, પણ નયનતારા જમીન પર પડેલા બરફમાંથી બનાવેલો રોઝ આઇસક્રીમ ખાઈ પણ ગઈ હતતી. આ વિડિયોને ૯ લાખથી વધુ વ્યૂઝ મળ્યા હતા. કમેન્ટમાં કોઈકે લખ્યું હતું, આ જોઈને ‘હાઇજીન’ બિચારું ખૂણામાં બેસીને રડતું હશે. અન્ય એક યુઝરે લખ્યું, દીદી તમે જ્યાંથી બરફ લીધો ત્યાં કોઈએ સુસુ કર્યું નહીં હોય એની શું ખાતરી? જોકે લોકો કાંઈ પણ કહે, નયનતારાને વિડિયો માટે જોઈએ એટલા વ્યુઝ મળી ગયા હતા.


Whatsapp-channel Whatsapp-channel

03 April, 2024 09:49 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK