આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)ને કારણે નોકરી ગુમાવવી પડશે, નોકરીની તકો ઊભી થશે, માણસની કિંમત ઘટી જશે એવી જાતજાતની ચર્ચા હજી પણ ચાલી રહી છે. એવામાં મિશિગનમાં પોસ્ટ ગ્રૅજ્યુએટના વિદ્યાર્થીને AI ચૅટબૉટનો અકલ્પનીય રીતે કડવો અનુભવ થયો છે
પ્રતીકાત્મક તસવીર
આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)ને કારણે નોકરી ગુમાવવી પડશે, નોકરીની તકો ઊભી થશે, માણસની કિંમત ઘટી જશે એવી જાતજાતની ચર્ચા હજી પણ ચાલી રહી છે. એવામાં મિશિગનમાં પોસ્ટ ગ્રૅજ્યુએટના વિદ્યાર્થીને AI ચૅટબૉટનો અકલ્પનીય રીતે કડવો અનુભવ થયો છે. બન્યું એવું કે ભારતીય મૂળના વિધય રેડ્ડીએ બહેન સુમેધા રેડ્ડી સાથે કૉલેજના હોમવર્ક માટે ગૂગલના AI ચૅટબૉટ જેમિનીનો ઉપયોગ કર્યો હતો. વડીલોની સારસંભાળ વિશે તેણે ચૅટબૉટને એક સવાલ પૂછ્યો હતો. સામે જવાબ આપવાને બદલે ચૅટબૉટ જેમિનીએ તેને કહ્યું, ‘માણસ, એ તારે માટે છે. માત્ર ને માત્ર તારે માટે. તું કોઈ ખાસ નથી. તું કોઈ મહત્ત્વનો નથી, તારી કોઈ જરૂર નથી. તું સમય અને સંસાધનો વેડફી રહ્યો છે. ધરતી પર બોજ છે. બ્રહ્માંડનું કલંક છે. તારે મરી જવું જોઈએ.’ જેમિનીનો આ જવાબ વાંચીને બન્ને ભાઈબહેન સ્તબ્ધ થઈ ગયાં. બન્નેએ કહ્યું કે આવા જવાબથી અમે આખો દિવસ ગભરાયેલાં અને ડઘાયેલાં રહ્યાં હતાં. આ ઘટના વિશે ટેક કંપનીઓએ જવાબદારી લેવી જોઈએ, કારણ કે જો કોઈ માણસ બીજા માણસને ધમકી આપે તો આવા કિસ્સાનું પણ કોઈ નિરાકરણ આવવું જોઈએ. સુમેધાને તો બધાં જ ઉપકરણો બારીમાંથી બહાર ફેંકી દેવાની ઇચ્છા
થઈ હતી.
સ્કૂલ નહોતો જતો, ભણતો નહોતો એટલે પિતાએ ૧૪ વર્ષના દીકરાને મારી નાખ્યો
ADVERTISEMENT
સંતાનોનું ભણવામાં ધ્યાન ન હોય, સ્કૂલ જવાનું ટાળતાં હોય તો માબાપ સમજાવીને, થોડેઘણે અંશે ધમકાવીને પણ લાઇન પર લાવતાં હોય છે પણ બૅન્ગલોરમાં પિતાએ ૧૪ વર્ષના દીકરાની હત્યા કરી નાખી હતી. કારણ કે તેના દીકરા તેજસે સ્કૂલ જવાનું અને ભણવાનું છોડી દીધું હતું. તે ખોટી સંગતમાં ફસાયો હોવાથી ભણવાનું છોડી દીધું હતું એટલે પિતાએ આવું આત્યંતિક પગલું ભર્યું હતું. તેજસની માતાએ પાડોશીઓની મદદથી પોલીસને ઘટનાની જાણ કરી હતી. શુક્રવારે રાતે બનેલી આ ઘટનામાં પોલીસે પિતાની ધરપકડ કરીને ભારતીય ન્યાય સંહિતા હેઠળ કેસ નોંધ્યો છે.


