બ્રેસલેટ, ઍક્સેસરીઝ અને હૅન્ડબૅગની શોખીન આ મહિલા ડિઝાઇનર વસ્તુઓ પાછળ લાખો રૂપિયા ખર્ચે છે.
મલાઇકા રાજા
યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE)ની એક મહિલાનો શૉપિંગ-પ્રેમ સોશ્યલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. મૂળ બ્રિટિશ એવી મલાઇકા રાજાએ UAEના એક અબજોપતિ સાથે લગ્ન કર્યાં છે અને તેને મહિને ૧.૮ કરોડ રૂપિયાનું શૉપિંગ-અલાવન્સ મળે છે. આ મહિલા ટિકટૉક ચૅનલ પર પોતાની વૈભવી લાઇફસ્ટાઇલ શૅર કરે છે અને ગર્વથી પોતાને શ્રીમંત ગૃહિણી કહે છે.
તાજેતરમાં આ મહિલાએ ઈદ નિમિત્તે પોતાના પતિ પાસે વધારે માસિક અલાવન્સ માગ્યું હતું. એ મળ્યું કે નહીં એનો તેણે ફોડ નથી પાડ્યો, પણ અત્યારે તો તે ૧.૮ કરોડનું અલાવન્સ દુબઈના વિશાળ મૉલમાં જઈને ખર્ચે છે. બ્રેસલેટ, ઍક્સેસરીઝ અને હૅન્ડબૅગની શોખીન આ મહિલા ડિઝાઇનર વસ્તુઓ પાછળ લાખો રૂપિયા ખર્ચે છે. વાઇરલ વિડિયોમાં તે એવું પણ જણાવે છે કે શૉપિંગ મારે માટે વર્કઆઉટ જેવું છે. કયારેક તે ૧૦,૦૦૦ સ્ટેપ્સ પૂરાં કરે છે તો ક્યારેક ૫૦૦૦ સ્ટેપ્સ ચાલી નાખે છે. આ વિડિયો જોઈને નેટિઝન્સે એવો પ્રશ્ન પૂછ્યો હતો કે ‘જો કોઈક કારણસર આ મહિલાનું લગ્નજીવન તૂટી ગયું અને માસિક અલાવન્સ બંધ થઈ ગયું તો આ મહિલા ખુશ કેવી રીતે રહેશે?’

