રામકિશનનાં લગ્ન ૧૮ વર્ષ પહેલાં ફિરોઝાબાદની કન્યા સાથે થયાં હતાં. એ પત્નીથી તેમને એક દીકરો થયો અને પત્નીનું મૃત્યુ થઈ ગયું
જે સાવકી માને પગે લાગતો હતો તેની સાથે જ ૧૭ વર્ષનો દીકરો ભાગી ગયો
હરિયાણાના નૂહ જિલ્લામાં એક દીકરો તેની સાવકી મા સાથે ભાગી ગયો હતો. પિતા છેલ્લા ૩ મહિનાથી પોલીસ-સ્ટેશનનાં ચક્કર કાપે છે, પણ કોઈ ભાળ નથી મળી. સંબંધોની મર્યાદાને શરમાવે એવો આ કિસ્સો હરિયાણાના બાસદલ્લા ગામનો છે. રામકિશનનાં લગ્ન ૧૮ વર્ષ પહેલાં ફિરોઝાબાદની કન્યા સાથે થયાં હતાં. એ પત્નીથી તેમને એક દીકરો થયો અને પત્નીનું મૃત્યુ થઈ ગયું. ૩ વર્ષ પછી રામકિશને સોહના ગામની બીજી કન્યા સાથે લગ્ન કરી લીધાં. એ પત્નીને પણ રામકિશન સાથે ૧૫ વર્ષ થઈ ગયાં અને તેમને એક દીકરી પણ જન્મી. થોડા સમય પહેલાં પહેલી પત્નીથી થયેલો દીકરો પોતાના પિતાને ત્યાં પહોંચ્યો અને તેમની સાથે જ રહેવા લાગ્યો. પિતાનું કહેવું છે કે ‘દીકરો પાછો આવ્યો પછી તેની સાવકી માને પોતાની મા માનવા લાગ્યો હતો અને રોજ તેને પગે પણ લાગતો હતો. જોકે ૩ મહિના સાથે રહ્યા પછી તેને સાવકી મા સાથે પ્રેમ થઈ ગયો અને તે મારી પત્નીને ભગાવીને લઈ ગયો.’ રામકિશનની પત્નીની ઉંમર ૪૦ વર્ષ છે અને દીકરાની ઉંમર ૧૭ વર્ષ છે. બન્ને જણ ૩ મહિનાથી ગાયબ છે અને રડી-રડીને રામકિશનના હાલ બેહાલ થઈ ગયા છે.

