બીજા દિવસે સવારે સાડાનવ વાગ્યે તેણે બન્ને શબ પિકઅપ વૅનમાં લઈને પોલીસ-સ્ટેશનમાં ગુનો કબૂલી લીધો હતો.
એક યુવકે પોતાની મા અને તેના પ્રેમીનું ગળું દબાવીને હત્યા કરી
હરિયાણાના સિરસા ગામમાં ગુરુવારે રાતે એક યુવકે પોતાની મા અને તેના પ્રેમીનું ગળું દબાવીને હત્યા કરી નાખી હતી. શુક્રવારે સવારે તે બન્નેનાં શબને પિકઅપ વૅનમાં લઈને જાતે જ પોલીસ-સ્ટેશને ગયો અને આત્મસમર્પણ કરી દીધું. તેની ૫૦ વર્ષની મમ્મી અંગુરીદેવી અને બાવન વર્ષના લેખચંદ નામના પ્રૌઢને તેણે મારી નાખ્યાં હતાં. વાત એમ હતી કે ગુરુવારે અંગુરીદેવીએ પતિના બહાર ગયા પછી પ્રેમી લેખચંદને ઘરે બોલાવ્યો હતો. એ વાતની ભનક તેના દીકરા રાજકુમારને પડી ગઈ. તેણે માના રૂમમાં પરપુરુષ જોયો અને ગુસ્સે ભરાયો. ત્યાં જ તેણે બન્નેને ગળું દબાવીને મારી નાખ્યાં હતાં. બીજા દિવસે સવારે સાડાનવ વાગ્યે તેણે બન્ને શબ પિકઅપ વૅનમાં લઈને પોલીસ-સ્ટેશનમાં ગુનો કબૂલી લીધો હતો.


